સોશિયલ મિડીયામાં બહુચર્ચિત થયેલા નવનિયુક્ત મેયર રૂપસિંગ ઠાકોર આજે મેદાનમાં ઉતર્યા હતા. આજે તેઓ પોતાના મત વિસ્તાર એવા મહાપાલિકાના વોર્ડ-4ના ઈન્દ્રોડા ગામની મુલાકાતે ગયા હતા. ત્યાં હાલમાં ચાલી રહેલા વિવિધ વિકાસકામોનું નિરીક્ષણ કર્યું હતું. મેયરે વિકાસલક્ષી કામોમાં વપરાતા માલ-સામાન અને કામગીરીની ગુણવત્તામાં સહેજપણ ચલાવી નહી લેવામાં આવે તે મામલે સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને કડક તાકીદ કરી હતી. મેયર રૂપસિંગ ઠાકોર વોર્ડ-4માંથી ચૂંટાઈ આવ્યા છે. તાજેતરમાં દિયોદર ખાતે યોજાયેલા ઠાકોર સમાજના સ્નેહમિલનમાં મેયરે પોતે ક્ષત્રિય ઠાકોર સંમેલનમાં કેટલા બડબોલા હતા તેનો પરિચય કરાવ્યો હતો. પરંતુ પ્રોટોકોલના કારણે હવે બોલવામાં થોડોક સંયમ રાખવો પડશે, પરંતુ તેઓ હવે વિકાસના કામો પર ધ્યાન આવશે. આજે તેઓ ઈન્દ્રોડા ગામની પ્રત્યત્ર મુલાકાતે પહોંચ્યા હતા. ઈન્દ્રોડા ખાતે વિવિધ વિકાસ કામો કાર્યરત છે. તેનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને ચાલુ પ્રોજેક્ટસમાં કોઈપણ પ્રકારનો બિનજરૂરી વિલંબ ન થાય અને તમામ કામો નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો