ગાંધીનગર સહિત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) ચાલી રહી છે. જેમાં 19 ડિસેમ્બરના મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જે બાદ હવે 18 જાન્યુઆરી સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત સહિતની સંબંધિત કાર્યવાહી ચાલી રહી છે. જે અંતર્ગત અત્યાર સુધી નવા મતદાર તરીકે નામ ઉમેરવા માટે 19 હજારથી વધુ ફોર્મ મળ્યા છે.

રાજ્યના તમામ જિલ્લાઓમાં મતદારોની સુલભતા માટે ખાસ કેમ્પના પણ આયોજન કરવામાં આવ્યા હતા. જ્યાં ઉપસ્થિત સ્ટાફે નાગરિકોને નવા મતદાર તરીકે જોડાવવા માટે ફૉર્મ નં 6, મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા માટે ફૉર્મ નં 7 અને નામ ટ્રાન્સફર તથા અન્ય સુધારા માટે ફૉર્મ નં 8 ભરવામાં મદદ કરી હતી. જેમાં અત્યાર સુધી નવા મતદાર તરીકે નામ ઉમેરવા માટે અંદાજે 19250 ફોર્મ, નામ કમી કરાવવા માટે અંદાજે 1633 ફોર્મ જ્યારે, નામ ટ્રાન્સફર તથા અન્ય સુધારા માટે 16,700 જેટલા ફોર્મ મળ્યા છે. SIR અંતર્ગત થયેલી કામગીરીમાં જિલ્લાના કુલ 13,89,712 મતદારોમાંથી 2,15,786 મતદારોના નામ મતદારયાદીમાંથી કમી થઈ ગયા છે. જ્યારે 11,73,926 મતદારોનો સમાવેશ મુસદ્દા મતદારયાદીમાંથી થયો છે. જેમાં 6,05,622 પુરૂષ મતદારો, 5,68,259 સ્ત્રી મતદારો તથા 45 અન્ય મતદારોના સમાવેશ થાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: