ગાંધીનગર ખાતે આયોજિત ઊર્જા સેતુ ચિંતન શિબિરમાં ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે ઊર્જા વિભાગના કર્મચારીઓની સલામતી અંગે એક મોટું અને મહત્વનું નિવેદન આપ્યું છે. મંત્રી ઋષિકેશ પટેલે ભારપૂર્વક જણાવ્યું કે ઊર્જા વિભાગના એક પણ કર્મચારીનો જીવ ન જવો જોઈએ. તેમણે કહ્યું કે આજની ચિંતન બેઠકનો મુખ્ય મુદ્દો ઝીરો અકસ્માત છે. કર્મચારીઓને કોઈ પણ નુકસાન થયા વગર તેમનું કામ સુરક્ષિત રીતે થાય તે લક્ષ્ય છે.
ગાંધીનગરમાં ઊર્જા સેતુ ચિંતન શિબિર યોજાઇ
તેમણે ઉમેર્યું કે વીજ વિતરણની લાઇનમાં કામ કરતાં કોઈ પણ કર્મચારીનો જીવ ન જાય તેની ખાતરી કરવી જરૂરી છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ટેક્નોલોજીના માધ્યમથી ચિંતન કરવામાં આવી રહ્યું છે. આ ચિંતન શિબિરમાં સમસ્યાઓ અને તેના સમાધાન પર વિચારણા કરવામાં આવી રહી છે. તેમજ સરકારે જે સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ વિકસાવી છે, તેનો લાભ ઊર્જા વિભાગના કામમાં સુરક્ષા વધારવા માટે કેવી રીતે લેવો, તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
