ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામે ગૌવંશની હેરાફેરી અટકાવવા બદલ એક યુવક પર હુમલો થયાનો આક્ષેપ સામે આવ્યો છે. આ ઘટનાને કારણે ગામનું વાતાવરણ ફરી એકવાર ગરમાયું છે. યુવકે કમાલબંધ વાસણા ગામેથી ગૌવંશને બહિયલમાં વેચવા આવેલા એક વ્યક્તિને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

ગૌવંશને બચાવવા જતા યુવક પર હુમલો કરાયો

ગૌવંશને બચાવવાના આ પ્રયાસ દરમિયાન, વેચવા આવેલા વ્યક્તિએ યુવક પર હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને ઇજાઓ પહોંચી હોવાના આક્ષેપ છે. આ ઘટના બાદ યુવકે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે હુમલો કરનાર વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.