ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (GSPMA)અનુસાર, છેલ્લા ૩૦ દિવસમાં પોલિમર જેવા કાચા માલના ભાવમાં ૫૦ થી ૭૦ ટકા સુધીનો વધારો નોંધાયો છે. સપ્લાય અનિયમિત બનતા ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે, પરંતુ સ્પર્ધાના કારણે ઉત્પાદકો આ ખર્ચ સંપૂર્ણપણે ગ્રાહકો પર લાદી શકતા નથી.

જેના પરિણામે વર્કિંગ કેપિટલ પર ભારે દબાણ ઊભું થયું છે

ગુજરાતમાં અંદાજે ૫૦ હજાર પ્લાસ્ટિક ઉદ્યોગના એકમો કાર્યરત છે, જેમાંથી ૮૫% MSME છે. આ ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર ૧.૫ થી ૨ લાખ કરોડ રૂપિય છે. ઉપરાંત, ગુજરાતમાંથી દર વર્ષે ૪૫૦ થી ૫૦૦ કરોડ ડોલરની નિકાસ થતી હતી, પરંતુ છેલ્લા એક મહિનામાં આશરે ૧૦૦ કરોડ ડોલરનું નુકસાન નોંધાયું છે. કરોડ રૂપિયા જેટલું જો આ પરિસ્થિતિ યથાવત રહેશે તો આગામી દિવસોમાં મોંઘવારીમાં વધારો થવાની શક્યતા છે.

કૃષિ અને હેલ્થકેર જેવા પાયાના ક્ષેત્રોને પણ મોટી અસર થશે

હાલમાં ઉત્પાદનોના ભાવમાં ૩૦ થી ૩૫ પૈસાનો વધારો જોવા મળ્યો છે, જે હજુ વધવાની સંભાવના છે. ઉદાહરણ તરીકે, સામાન્ય પ્લાસ્ટિકની પાણીની બોટલનો ઉત્પાદન ખર્ચ રૂ. ૧.૧૦ થી વધીને રૂ. ૧.૪૫ થયો છે. હાલમાં આ અસર મુખ્યત્વે ઉત્પાદકો અને જથ્થાબંધ વેપારીઓ સુધી મર્યાદિત છે, પરંતુ જો યુદ્ધ લાંબું ચાલશે તો પેકેજિંગ, કૃષિ અને હેલ્થકેર જેવા પાયાના ક્ષેત્રોને પણ મોટી અસર થશે. પરિણામે, જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. GSPMAએ સરકાર પાસે તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે, જેમાં કાચા માલ પરના આયાત શુલ્કમાં ઘટાડો, MSME એકમોને વ્યાજમુક્ત લોન, વર્કિંગ કેપિટલ મર્યાદામાં વધારો અને રિસાયકલ મટિરિયલના ઉપયોગ માટેના નિયમોમાં છૂટછાટનો સમાવેશ થાય છે.


આ પણ વાંચો : Advocate News : રાજયના વકીલોને ગરમીમાં કાળો કોટ પહેરવામાંથી મુકિત, ગુજરાત બાર કાઉન્સિલનો નિર્ણય