17 ફેબ્રુઆરી સુધીની ખાલી બેઠકો પર ચૂંટણી યોજાશે અને સામાન્ય ચૂંટણી સાથે જ પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, રાજ્ય ચૂંટણી આયોગે જિલ્લા મનપાને કર્યો આદેશ અને મતદાન મથક દીઠ 1200 જેટલા મતદારો રાખવા સૂચના આપવામાં આવી છે.
વીવીપેટનો ઉપયોગ નહીં કરવામાં આવે એવું તેવું ચૂંટણી વિભાગે સ્પષ્ટ કર્યું હતું
રાજ્યમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી પૂર્ણ થતાં જ કોર્પોરેશન અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ છે. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી શાખાએ અગાઉ મહાનગરપાલિકાની ચૂંટણીની માટેની તૈયારીના ભાગરૂપે ઇવીએમનું ફર્સ્ટ લેવલ ચેકિંગ પૂર્ણ કરી લીધું છે. બીજી તરફ જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટે જરૂરી 3100 નવા ઈવીએમ મગાવી લેવામાં આવ્યા છે. જોકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકસભા-વિધાનસભા ચૂંટણીની જેમ ઇવીએમથી ચૂંટણી યોજાશે.
જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટેની પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વર્ષ 2026ના મે મહિનાના પ્રથમ સપ્તાહમાં રાજ્યભરની વિવિધ નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. વિધાનસભાનું વર્તમાન બજેટ સત્ર પૂર્ણ થતાની સાથે જ, એટલે કે માર્ચ 2026 ના અંતિમ દિવસોમાં ચૂંટણીની સત્તાવાર તારીખોનું એલાન કરવામાં આવશે.










