પશુપાલકોનું કહેવું છે કે, દૂધ અન્ય ડેરીમાં ભરવા પર પ્રતિબંધ મૂકયો છે અને દૂધ પ્રતિબંધથી પશુપાલકોમાં ભારે રોષ છે, પશુપાલકોને મધુર ડેરી ફેટના રુ. 855 ચૂકવે છે અને ઉત્તમ ડેરી પશુપાલકોને ફેટના રુ. 810 ચૂકવે છે અને વાર્ષિક ભાવ ફેરમાં પશુપાલકને 10 ટકા નુકસાન થતું હોવાની વાત સામે આવી છે અને દેહગામના પશુપાલકોને વાર્ષિક 18 કરોડનું નુકસાન થતું હોવાની વાત છે.

91 દૂધ મંડળીના 15 હજાર પશુપાલકોને નુકસાન

પશુપાલકોનુ 3 દિવસનું 2 લાખ લીટર દૂધ રખડ્યુ છે અને ઉત્તર ડેરીના ચેરમેન સામે સરકાર કેમ ઝૂકી રહી છે તેવો આક્ષેપ પશુપાલકો કરી રહ્યાં છે, મોહન ભરવાડ સામે સરકાર કેમ ઝુકી તેવા આક્ષેપ પશુપાલકો કરી રહ્યાં છે. મોટી સંખ્યામાં પશુપાલકો ટ્રેક્ટરો લઈને નેહરુ ચોકડીથી સીધા વિધાનસભા તરફ કૂચ કરશે.હવે જોવાનું એ રહેશે કે પોલીસ પશુપાલકોને ગાંધીનગરના ઉંબરે જતાં અટકાવશે કે પછી ઘર્ષણની નવી સ્થિતિ સર્જાશે. છેલ્લા 3 દિવસથી દૂધના ભાવ મુદ્દે ભારે ઘમસાણ મચી રહ્યું છે.

ગ્રામ્ય વિસ્તારોમાં પૂતળા દહન અને નનામી પણ કાઢવામાં આવી હતી

ઉત્તમ ડેરી અને પશુપાલકો વચ્ચેનો વિવાદ હવે મંત્રણાના ટેબલ પરથી ઉતરીને રસ્તા પર આવી ગયો છે. પશુપાલકોનો આક્ષેપ છે કે તેમને પૂરતા ભાવ નથી મળી રહ્યા અને મધુર ડેરીમાં દૂધ સ્વીકારવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે, આંદોલનના પહેલા જ દિવસે ઉગ્ર દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યારે પશુપાલકો ઉત્તમ ડેરીના શીત કેન્દ્રને તાળાબંધી કરવા પહોંચ્યા, ત્યારે ત્યાં પહેલાથી તૈનાત બાઉન્સરોને જોઈ પશુપાલકોનો પિત્તો ગયો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ શીત કેન્દ્રના દરવાજે જ દૂધની નદીઓ વહાવી દીધી હતી. ગ્રામીણ વિસ્તારોમાં તો ડેરીના ચેરમેન વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પૂતળા દહન અને નનામી પણ કાઢવામાં આવી હતી.


આ પણ વાંચો : Surendranagar News : પાંચાળની પવિત્ર ધરા પર ચોટીલા ઉત્સવ 2026નો ભવ્ય પ્રારંભ, ભક્તિ અને લોક સંસ્કૃતિનો અનોખો સંગમ