ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરી(Chief electoral office)ની સમગ્ર ટીમ તમામ જિલ્લાઓના ચૂંટણી અધિકારીશ્રી અને સ્ટાફ સાથે સંકલન સાધીને સમગ્ર પ્રક્રિયાને વેગવાન બનાવવા કાર્યરત છે.

2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે

રાજ્યના 33 જિલ્લાઓ પૈકી મોટાભાગના જિલ્લાઓમાં 100% ફોર્મ વિતરણ સંપન્ન થયું છે. જ્યારે અમુક જિલ્લાઓમાં 100% વિતરણનું લક્ષ્ય હાંસલ થવામાં છે. આ ફોર્મ પૈકી પરત મળેલા ફોર્મને ડિજીટાઈઝેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જે પૈકી કુલ 12 વિધાનસભા મતવિસ્તારમાં ડિજીટાઈઝેશનની કામગીરી 100 % પુરી થઈ ચુકી છે.

આ કામગીરીમાં 94.35 % ગણતરી ફોર્મના ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે છે

જેમાં બનાસકાંઠા જિલ્લાની ધાનેરા અને થરાદ, દાહોદ જિલ્લાની લીમખેડા, દાહોદ (એસ.ટી), અરવલ્લી જિલ્લાની બાયડ, રાજકોટ જિલ્લાની ધોરાજી, જસદણ અને ગોંડલ, જૂનાગઢ જિલ્લાની કોશોદ, ખેડા જિલ્લાની મહેમદાવાદ તથા આણંદ જિલ્લાની ખંભાત અને નવસારી જિલ્લાની જલાલપોર બેઠકનો સમાવેશ થાય છે. આ કામગીરીમાં 94.35 % ગણતરી ફોર્મના ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ કામગીરી પ્રગતિમાં છે.

ડિજીટાઈઝેશનમાં ટોપ-10 જિલ્લાઓની યાદી

ક્રમ જિલ્લો ટકાવારી

1 ડાંગ 94.35

2 ગીરસોમનાથ 91.51

3 મોરબી 91.00

4 મહીસાગર 90.75

5 છોટા ઉદેપુર 90.71

6 સાબરકાંઠા 90.65

7 બનાસકાંઠા 90.61

8 પાટણ 90.50

9 અરવલ્લી 90.48

10 પંચમહાલ 89.92

મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ

ગણતરી દરમિયાન રાજ્યભરમાં 17 લાખથી વધુ અવસાન પામેલ મતદારો મતદારયાદીમાં સામેલ હતા. જ્યારે 6.14 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા, સાથોસાથ 30 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે. તદુપરાંત 3.25 લાખથી વધુ મતદારો રિપીટેડ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. મતદારોની ગણતરીની સમગ્ર કામગીરીને સુપેરે પૂરી કરવામાં કાર્યરત ગુજરાતના તમામ BLOની અસરકારક કામગીરીને CEO કચેરી દ્વારા બિરદાવવામાં આવી રહી છે. સાથોસાથ BLOને કોઈપણ તકલીફ હોય તો સ્થાનિક કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.


આ પણ વાંચો : Vadodara News : વડોદરામાં લંપટ શિક્ષક વિનોદ બારીયા ઝડપાયો, નશાની હાલતમાં વિદ્યાર્થિનીઓને કર્યા હતા અડપલાં