ગ્રામ્યમાં 55 ટકા, શહેરી વિસ્તારમાં 80 ટકા હાજરી વિધાર્થીઓની ફરજિયાત રહેશે, હાજરી પ્રમાણે ગ્રાન્ટ કાપવાના વિસ્તૃત નિયમો જાહેર કરવામાં આવ્યા છે, ગ્રામ્યમાં 40 ટકાથી ઓછી હાજરીમાં 100 ટકા ગ્રાન્ટ કપાશે અને શહેરોમાં 60 ટકાથી ઓછી હાજરીમાં 100 ટકા ગ્રાન્ટ કપાશે, શહેરોમાં 80 ટકા કરતા ઓછી હાજરીમાં 25 ટકા ગ્રાન્ટ કપાશે.

શહેરોમાં 50 ટકા કરતા ઓછી હાજરીમાં 50 ટકા ગ્રાન્ટ કપાશે

મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ 2.0 અંતર્ગત પસંદ થયેલી રાજ્યની ગ્રાન્ટ ઇન એઈડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને માળખાકીય સુવિધાઓ સંગીન બનાવવા રાજ્ય સરકાર સહાય આપશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ સંલગ્ન શિક્ષણ વિભાગ હેઠળની આવી ગ્રાન્ટ ઇન એઈડ સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓને આ સહાય 80:20ના પ્રમાણમાં આપવામાં આવશે.

ગુજરાતના શાળા સંચાલકો સરકાર સામે આક્રમક મૂડમાં, FRC અને ભરતી મુદ્દે હાઈકોર્ટમાં જવાનો નિર્ણય

ગુજરાત રાજ્યના શાળા સંચાલકો હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. શાળા સંચાલક મહામંડળની વાર્ષિક બેઠકમાં ફી નિયમન કાયદા (FRC) અને ગ્રાન્ટેડ શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતીના મુદ્દે સરકારને હાઈકોર્ટમાં પડકારવા માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. સંચાલકોએ FRC સમક્ષ નવા સ્લેબની માગ કરી છે. પ્રાયમરી ₹22,000, સેકન્ડરી ₹30,000, સામાન્ય પ્રવાહ: ₹35,000, વિજ્ઞાન પ્રવાહ: ₹40,000 જ્ઞાન સેતુ પ્રોજેક્ટમાં 7 ટકાના દરે વાર્ષિક વધારો કરવામાં આવે છે, તે જ રીતે FRC સ્લેબમાં પણ વધારો આપવા માટે માંગ કરવામાં આવી છે.


આ પણ વાંચો : Gujarat News : પંચમહાલના કલ્પનાબેન કરી રહ્યાં છે ઘરેલું નાસ્તાથી વાર્ષિક રૂ.12 લાખથી વધુની કમાણી, આત્મનિર્ભરતાના આકાશમાં ઉડતી ગુજરાતની નારીશક્તિ