ગુડ ગવર્નન્સના પ્રણેતા અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતી 25 ડિસેમ્બરને પ્રતિવર્ષ સુશાસન દિવસ તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે. આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષે યોજાયેલ રાજ્યકક્ષાના સમારોહમાં ગુજરાત સરકાર દ્વારા ઇન્ટિ ગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી 2025નું લોન્ચીંગ કરાયું હતું.

આ પોલીસી ઉર્જા વિભાગ દ્વારા તૈયાર કરાઈ

ક્લાઇમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવા અને સ્વચ્છ તથા ટકાઉ ઊર્જા પ્રણાલીઓ તરફ ઝડપી પરિવર્તન સુનિશ્ચિત કરવા માટે ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી 2025 ઉર્જા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે. ભારતના પંચામૃત સંકલ્પો, Nationally Determined Contributions (NDCs) તથા વિકસિત ગુજરાત @ 2047ની દૃષ્ટિ સાથે સુસંગત આ પોલિસી, રાજ્યમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રોકાણ, નવીનતા અને ગ્રીડ સ્થિરતાને પ્રોત્સાહન આપીને ગુજરાતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ક્લીન એનર્જી હબ તરીકે સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.

નવીન અને ઇમર્જિંગ ટેકનોલોજીઓને પ્રોત્સાહન

રાજ્યની રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે નેતૃત્વની પરંપરાને આગળ વધારતાં અને વર્ષ 2030 સુધીમાં 100 ગીગાવોટથી વધુ ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખી, ભારતના વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ નોન-ફોસિલ ઇંધણ આધારિત ઊર્જા ક્ષમતાના લક્ષ્યાંકમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી–2025 જાહેર કરવામાં આવી રહી છે.આ પોલિસી સરળ અને એકીકૃત ફ્રેમવર્ક દ્વારા Ease of Doing Business ને સુગમ બનાવવાનો, નવીન અને ઇમર્જિંગ ટેકનોલોજીઓને પ્રોત્સાહન આપવાનો,ગ્રીડની સ્થિરતા વધારવાનો, ગ્રીન ઉર્જા ક્ષેત્રે રોજગારી સર્જવાનો અને ઊર્જા સુરક્ષા, વ્યાજબી દરો તથા ટકાઉ આર્થિક વિકાસ સુનિશ્ચિત કરતાં ગુજરાતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક રિન્યુએબલ એનર્જી હબ તરીકે સ્થાપિત કરવાનો ઉદ્દેશ ધરાવે છે.

રીપાવરિંગ અને રીફર્બિશમેન્ટની મંજૂરી આપવામાં આવી

RE પોલિસી-2025 વિન્ડ રીપાવરિંગ અને રીફર્બિશમેન્ટ માટે નેશનલ રીપાવરિંગ પોલિસી સાથે સુસંગત રીતે સહાયક ફ્રેમવર્ક સ્થાપિત કરે છે. હાલના વિન્ડ ટર્બાઇન જનરેટર્સને ફરજિયાતપણે ડિસમૅન્ટલ કર્યા વિના રીપાવરિંગ અને રીફર્બિશમેન્ટની મંજૂરી આપવામાં આવી છે, તેમજ તેના માટે સમયમર્યાદા 24 મહિના સુધી લંબાવવામાં આવી છે. સહાયક પગલાંમાં રીપાવરિંગ સમયગાળા દરમિયાન હાલના PPAની અવધિમાં વિસ્તરણ, ટ્રાન્ઝિશન દરમિયાન વણવપરાયેલ ટ્રાન્સમિશન ક્ષમતા પર ટ્રાન્સમિશન ચાર્જીસમાં છૂટ, રિન્યુએબલ એનર્જી કનેક્ટિવિટી ક્ષમતા વધારા માટે પ્રાથમિકતા અને માઇક્રો-સાયટિંગ નિયમોમાં રાહત સામેલ છે.

અક્ષય-ઉર્જા-સેતુ પોર્ટલ મારફતે સક્ષમ બનાવે છે

RE પોલિસી-2025 ઑન-ડિમાન્ડ રિન્યુએબલ એનર્જી કનેક્ટિવિટીની સુવિધા અક્ષય-ઉર્જા-સેતુ પોર્ટલ મારફતે સક્ષમ બનાવે છે તથા રિન્યુએબલ ઉર્જાની સમૃદ્ધતા ધરાવતા વિસ્તારોમાં નવા ટ્રાન્સમિશન યોજનાઓના વિકાસને ટેકો આપે છે. અગાઉની રિન્યુએબલ એનર્જી પોલિસીઓ હેઠળના પ્રોજેક્ટ્સ માટે માલિકી હસ્તાંતરણની મંજૂરી અને અગાઉની પોલીસી હેઠળ પૂર્વમંજૂર પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવા માટેના સમયગાળાનું વિસ્તરણ જેવી જોગવાઈઓ દ્વારા સદર પોલિસી થકી સાતત્ય સુનિશ્ચિત કરવામાં આવેલ છે.


આ પણ વાંચોઃ PM Modi Lucknow Visit: અટલજીએ ભારતની અસ્મિતા અને ગૌરવનું રક્ષણ કર્યુ, લખનઉમાં બોલ્યા પીએમ મોદી