ગાંધીનગરમા ગઈ કાલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યના વિવિધ મંત્રાલયના સોશિયલ મીડિયાને મજબૂત કરવા સૂચના આપવામાં આવી હતી. હવે સરકારની સૂચના પ્રમાણે નવા નિમાયેલા મંત્રીઓના પીએ અને પીએસને સોશિયલ મીડિયાનું જ્ઞાન આપવામાં આવશે. આ મુદ્દે મંત્રીઓના પીએ અને પીએસની બેઠક પણ મળી હતી.


મંત્રાલયના સોશિયલ મીડિયા પેજને વધુ મજબૂત કરવા સૂચના

રાજ્ય સરકાર દ્વારા વિવિધ મંત્રાલયના સોશિયલ મીડિયા પેજને વધુ મજબૂત કરવા કેબિનેટની બેઠકમાં સૂચના આપવામાં આવી હતી. આ સૂચના પ્રમાણે મંત્રીઓના પીએ અને પીએસની બેઠક પણ મળી હતી. જેમાં કેવી રીતે સોશિયલ મીડિયા મજબૂત કરી શકાય તે અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી. હવે મંત્રીઓના પીએ અને પીએસને સોશિયલ મીડિયાનું જ્ઞાન અપાશે. વિભાગની કામગીરીને સોશિયલ મીડિયા દ્વારા લોકો સુધી લઈ જવાશે. મંત્રીઓના પીએ અને પીએસને સોશિયલ મીડિયા અંગે ટાસ્ક અપાશે.


આ પણ વાંચોઃ Ahmedabad News: વર્ષ 2025માં 1107 શખ્સોને પાસા હેઠળ જેલ ભેગા કરાયા, 258 સામે તડિપાર કરવાની કાર્યવાહી


  • Follow us on: