જેને અનુલક્ષીને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે વર્ષ ૨૦૨૬-૨૭ના અંદાજપત્રમાં રૂ. ૨,૯૦૨ કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે. આમ, આ બજેટ વિકસિત ગુજરાત થકી વડાપ્રધાનના વિકસિત ભારત@૨૦૪૭ અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે, તેમ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડા, ગ્રામ વિકાસ સચિવ ધનંજય દ્વિવેદી, શ્રમ, રોજગાર, કૌશલ્ય વિકાસ સચિવ લોચન સહેરા, રોજગાર અને તાલીમ નિયામક નીતિન સાંગવાન, લેબર કમિશનર કે. ડી. લાખાણી સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


નવી યોજનાઓ અને જોગવાઈઓ

* નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન: યુવાનોની રોજગારક્ષમતા વધારવા માટે રૂ. ૨૨૬ કરોડની જોગવાઈ.

* પી.એમ.સેતુ યોજના: રૂ. ૨૦૦ કરોડના ખર્ચે ITIને હબ-એન્ડ-સ્પોક મોડલમાં અપગ્રેડ કરવામાં આવશે.

* નમો કૌશલ્ય લક્ષ્મી યોજના: ITI માં અભ્યાસ કરતી વિધાર્થિનીઓને પ્રોત્સાહન આપવા રૂ. ૪૦ કરોડની ફાળવણી. ૧ વર્ષના કોર્સ માટે રૂ. ૧૫,૦૦૦ અને ૨ વર્ષના કોર્સ માટે રૂ. ૨૪,૦૦૦ની સહાય અપાશે.

શ્રમિક કલ્યાણની ચાલુ યોજનાઓનું વિસ્તરણ

* શ્રમિક અન્નપૂર્ણા યોજના: રૂ. ૨૦૦ કરોડની ફાળવણી સાથે નવા ૩૦૦ અન્નપૂર્ણા બુથ શરૂ કરવાનું આયોજન છે, જ્યાં રૂ. ૫માં ભોજન મળે છે.

* શ્રમિક બસેરા યોજના: બાંધકામ શ્રમિકોને નજીવા દરે રહેવાની સુવિધા માટે રૂ. ૧૫૦ કરોડની જોગવાઈ.

* ધનવંતરી આરોગ્ય રથ: શ્રમિકોની આરોગ્ય સેવાઓ માટે વધુ ૫૦ નવા રથ ઉમેરવા રૂ. ૧૬૦ કરોડની ફાળવણી.

* અકસ્માત વીમો: બાંધકામ શ્રમિકના મૃત્યુ કે કાયમી અશક્તતાના કિસ્સામાં રૂ. ૩.૫ લાખની સહાય આપવામાં આવે છે.

* અગરીયા આવાસ યોજના: મીઠાના અગરીયાઓ માટે સોલાર પેનલ અને પાયાની સુવિધાઓ ધરાવતા આવાસો માટે રૂ. ૨૫ કરોડની જોગવાઈ.

* સિલીકોસીસ રોગથી પીડિત વ્યક્તિઓને નિદાન સમયે રૂ. ૩ લાખ અને મરણોત્તર રૂ. ૪ લાખની સહાય આપવામાં આવશે.

વિભાગની મહત્વની સિદ્ધિઓ

* રાજ્યમાં કાર્યરત કુલ ૫૫૯ ITI ખાતે ૨,૧૮,૫૧૬ બેઠકોની તાલીમ ક્ષમતા છે. જેમાં મહિલાઓ માટે ૧૧,૪૪૮ બેઠકો અને દિવ્યાંગો માટે ૧૫ સમર્પિત ITI કાર્યરત છે.

* વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત ફેબ્રુઆરી-૨૦૨૬ સુધીમાં ૧,૨૧૫ ભરતીમેળા દ્વારા ૨,૬૦,૮૭૮ ઉમેદવારોને રોજગારીની તકો પૂરી પાડવામાં આવી છે.

* વર્ષ ૨૦૨૩-૨૪ના સર્વે મુજબ ભારતનો બેરોજગારી દર ૩.૨% છે, જેની સામે ગુજરાતનો દર માત્ર ૧.૧% છે.

* ડાયરેક્ટર જનરલ ઓક સિવિલ એવિએશન-DGCA માન્ય ૬ ડ્રોન પાઇલટ તાલીમ કેન્દ્રોને મંજુરી મળી છે. કૌશલ્યા - ધી સ્કિલ યુનિવર્સિટી દ્વારા ૬૦૦+ ડ્રોન પાઇલટ અને ૧,૨૦૦+ તાલીમાર્થીઓને ડ્રોન મેન્યુફેક્ચરિંગની તાલીમ આપવામાં આવી છે.

* મુખ્યમંત્રી સ્કીલ ડેવલપમેન્ટ ઇનિસિએટીવ અંતગર્ત વર્ષ ૨૦૨૫-૨૬માં કુલ ૪,૨૭,૮૬૧ તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી છે.

* રાજ્યમાં કારખાના ધારા ૧૯૪૮ હેઠળ માર્ચ-૨૦૨૫ અંતિત ૫૦,૦૧૭ કારખાના નોંધાયેલા હતા જે વધીને ફેબ્રુઆરી-૨૦૨૬ અંતિત ૫૧,૦૩૩ થયા છે. આમ, છેલ્લા એક વર્ષમાં કારખાનાઓમા ૧,૦૧૬નો વધારો થયો છે.

* નિયામક બોઇલર દ્વારા ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૨૫ દરમિયાન રાજ્યમાં કુલ ૮,૪૪૭ બોઇલરો અને ૩૩૯ ઇકોનોમાઇઝરનું નિરીક્ષણ કરી પ્રમાણિત કર્યા હતા. આ ઉપરાંત કુલ ૫૭૯ નવા બોઇલરો અને ૧૦ ઇકોનોમાઇઝરનું રજીસ્ટ્રેશન થયું છે. વર્ષ દરમિયાન પ્રમાણિત બોઇલરમાં કોઇ અકસ્માત થયેલ નથી.

ભવિષ્યનું લક્ષ્ય

* વિકસિત ગુજરાત @૨૦૪૭ના લક્ષ્યાંકને સિદ્ધ કરવા કૌશલ્ય ઇકો-સિસ્ટમને મજબૂત બનાવવી.

* આગામી ૪-૫ વર્ષમાં ૬૦,૦૦૦થી વધુ લોકોને તાલીમ આપવાનું આયોજન.


આ પણ વાંચો : Gandhinagar News : વર્ષ 2026-27માં ગ્રામ વિકાસ વિભાગનું રૂ.5479 કરોડનું ઐતિહાસિક બજેટ, ગ્રામીણ વિકાસને મળશે નવી ગતિ : ગ્રામ વિકાસ મંત્રી



  • Follow us on: