જેના ભાગરૂપે વડોદરાના પોઇચા ગામે મહી નદી ઉપર રૂ.૩૪૯ કરોડના ખર્ચે તૈયાર થનાર વિયરનું કામ પ્રગતિમાં છે. આ વિયરનું નિર્માણ થવાથી આજુબાજુની અંદાજે ૨૯ હજાર એકર જમીનને સિંચાઈના લાભની સાથે આ વિસ્તારમાં જળસ્તર ઉંચા આવશે તેમ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું.
આણંદ જિલ્લામાં જળસ્તર ઉંચા આવશે
જળ સંપત્તિ મંત્રી પટેલે વધુ વિગતો આપતાં કહ્યું કે, આ વિયરની લંબાઈ ૬૭ મીટર અને ઉંચાઈ ૧૧ મીટરની રહેશે. વિયર તૈયાર થવાથી તેના પાછળના ભાગે ૧૪ કિલોમીટર સુધી પાણી ભરાવાથી વડોદરા,ખેડા અને આણંદ જિલ્લામાં જળસ્તર ઉંચા આવશે અને સિંચાઇની સુવિધા ઉપલબ્ધ થશે.
