ગાંધીનગર જિલ્લા કક્ષાએ આરોગ્ય અને પોષણ સેવાઓને વધુ અસરકારક બનાવવા જિલ્લા પોષણ ટાસ્ક ફોર્સ (DTFI) ની એક્ઝિક્યુટિવ બેઠક મળી હતી. જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા તમામ તાલુકા આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.બેઠકમાં DDO એ માતા મરણના દરેક કેસની ગંભીરતાપૂર્વક સમીક્ષા કરી જવાબદારીપૂર્વક કામગીરી કરવા ખાસ ભાર મૂક્યો હતો. સાથે જ SAM (સેવેર એક્યુટ માલન્યુટ્રીશન) બાળકોને CMTC માં દાખલ કર્યા બાદ તેમની સારવાર અને આરોગ્યમાં થયેલા સુધારાનું થર્ડ પાર્ટી દ્વારા રિવ્યૂ કરાવવા સૂચના આપી હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ ચારેય તાલુકાના THO ને પોતાના તાલુકાના CM ડેશબોર્ડમાં તમામ ડેટા તાત્કાલિક સુધારી ચોકસાઈપૂર્વક અપડેટ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ટીબી(TB)નોટિફ્કિેશન અને દદીઓને સમયસર સારવાર મળી રહે તે માટે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. જે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થવા કે સારવાર લેવા તૈયાર ન હોય, તેવા દર્દીઓનું સતત કાઉન્સેલિંગ કરી, તેમને સારવાર માટે પ્રેરિત કરવા અને નિયમનુસાર જરૂરી સારવાર સુનિશ્ચિત કરવા સતત પ્રયત્નો કરવા સૂચના આપી હતી. જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તમામ THO ને પોતાના તાલુકામાં દરેક કેડરના કર્મચારીઓની કામગીરીનું દરરોજ રૂબરૂફિઝિકલ મોનિટરિંગ કરવા કડક સૂચના આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત કક્ષાએ DMPCC દ્વારા પણ કામગીરીની નિયમિત સમીક્ષા કરવાની વાત તેઓએ કરી હતી. બેઠકમાં માતા અને બાળ આરોગ્ય, કુપોષણ નિયંત્રણ, ટીબી નાબૂદી, સમયસર સારવાર અને ફ્લ્ડિ લેવલ મોનિટરિંગને પ્રાથમિકતા આપી તમામ અધિકારીઓને જવાબદારીપૂર્વક અને પરિણામલક્ષી કામગીરી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.