ગાંધીનગર ખાતે દશકોશી લેઉવા પાટીદાર સમાજ દ્વારા સરગાસણ સ્થિત વાળીનાથ મહાદેવના સાનિધ્યમાં સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં બાળકો માટે વિવિધ મનોરંજક રમતો, બાળકો અને મહિલાઓ માટે હાઉઝી ગેમ, દીપ પ્રાગટય, પ્રાર્થના અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો સહિત ઉપસ્થિત સૌ માટે સાંજે નાસ્તામાં પકોડીની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો