સેન્ટ ઝેવિયર્સ પાસે તાજેતરમાં ખોદકામ બાદ રસ્તાનું રીપેરીંગ નહી થતા વાહન ચાલકો ત્રસ્ત છે. અહિ સ્કુલ અને મેટ્રોરેલ સ્ટેશન નજીક જ આવેલા હોય ટ્રાફિકની સતત અવરજવર રહે છે ત્યારે રસ્તો વહેલી તકે રીપેર કરવા સ્કુલના વાલીઓ અને રહિશોની માંગ છે.
તાજેતરમાં જ સ્કુલ પાસે નવો રસ્તો બનાવવામાં આવ્યો હતો. જોકે, ત્યારબાદ તેને ગટરના કામ માટે ખોદી નાખવામાં આવ્યો હતો. ગટરનું કામ પુર્ણ્ થયાને આજે 20થી વધુ દિવસના વહાણા વહિ ગયા છે. પરંતુ આજદિન સુધી રસ્તો રીપેર થયો નથી. ખોદી કાઢવામાં આવેલ રસ્તા પર કપચી પાથરી દેવામાં આવી છે. જેથી ઉલટી સમસ્યા વધી છે. વાહનો કાચા રસ્તા પરથી પસાર થતા હોય ધુળ ઉડે છે. બાજુમાં જ સ્કુલ અને મેટ્રોરેલ સ્ટેશન છે. અહિ સતત અવરજવર છે. ટ્રાફિકની પણ સમસ્યા છે. ખખડધજ રસ્તાના કારણે આ સમસ્યા વકરી છે. વહેલી તકે આ રસ્તો રીપેર કરવા સ્થાનિક લોકો અને સ્કુલના વાલીઓમાં માંગ ઉઠવા પામી છે.










