શહેરમાં સેક્ટર-5 પાસે પાણીની લાઈનમાં ભંગાણ થયું છે, સેક્ટરની મેઈન લાઈનમાં ભંગાણને પગલે હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.


સાથે જ સેક્ટરમાં પાણીનો ફોર્સ પણ ઘટયો હતો. તંત્ર દ્વારા મોડી સાંજ સુધી લાઈન રિપેરિંગ માટે મથામણ ચાલી હતી. ત્યારે લાઈનમાં ભંગાણને પગલે સેક્ટરમાં થોડા દિવસ પાણીના ફોર્સને અસર પહોંચે તેવી શક્યતા છે. પાણીની રેલમછેલ અને ફોર્સ ઘટના રહીશોમાં રોષની લાગણી ફેલાઈ હતી.

શહેરમાં સેક્ટર-5 ખોડીયાર મંદિર પાસે ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન અચાનક પાણીની લાઈનમાં ભંગાણ થયું હતુ. 200 એમએમ ડાયાની સેક્ટરની મેઈન લાઈનમાં ભંગાણને પગલે હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. જેની સીધી અસરથી સેક્ટરમાં 24 કલાક પાણીના સપ્લાયના ફોર્સ ઉપર પડી હતી. સેક્ટરમાં ઘણા વિસ્તારમાં ધીમા ફોર્સથી પાણી આવતું હોવાની બૂમો ઉઠી હતી. પાણીની લાઈનમાં ભંગાણને પગલે તંત્ર દોડતું થઈ ગયું હતું. જોકે પાણીના ચાલુ ફોર્સ વચ્ચે લાઈન રિપેરિંગમાં ભારે મથામણ કરવી પડી હતી. જેને પગલે મોડી સાંજ સુધી લાઈન રિપેરિંગની કામગીરી ચાલી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: