ગાંધીનગરના ડભોડા ગામે આવેલા સુપ્રસિધ્ધ ડભોડીયા હનુમાનજી મંદિરે દર વર્ષે ભરાતા ધનતેરસ-કાળી ચૌદશના બે દિવસના લોકમેળાની તૈયા રીઓ પુર્ણતાને આરે છે. આગામી 6ઠ્ઠી તારીખે ધનતેરસની રાત્રે 12 વાગે મહાઆરતી કરવામાં આવશે. રાત્રે 12 વાગે થતી 101 દિવાની મહાઆરતીમાં એક અંદાજ મુજબ રાજ્યભરમાંથી પાંચ લાખથી વધુ ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડશે. ગામના રસ્તા ઓ ભરચક બની જાય છે. લાખો ભક્તો ગુજ રાત તેમજ દુર દુરથી મહાઆરતીમાં હાજરી આપવા માટે આવે છે.
વિદેશમાં વસતા ભક્તો આ મહાઆરતી સોશિયલ મિડીયાના માધ્યમથી લાઇવ નીહાળીને પોતાની ઉપસ્થિતી દર્શાવે છે. ડભોડીયા હનુમાનજી મંદિર અનેક ચમત્કારો સાથે જોડાયેલુ હોવાની લોકમાન્યતાઓ છે અને તમામ ગ્રામજનો ભારે આસ્થા ધરાવે છે. વર્ષોથી એક લોકમાન્યતા ચર્ચામાં છે જે મુજબ 1000 વર્ષ જુના ડભોડીયા હનુમાનજી દાદાના ચમત્કાર આગળ અંગ્રેજ પણ નમી પડયા હતા અને દાદાને તેલનો ડબો ચઢાવાની માનતા રાખવી પડી હતી જે બાદમાં પુરી કરી હોવાનુ માનવામાં આવે છે. સદી પહેલા ડભોડામાં આવેલી ખારીનદી ઉપર રેલવે પાથર વામાં આવી હતી અને રેલવેના પુલનિર્માણ કાર્ય વખતે અંગ્રેજ અમલદારો અને ઇજનેરોને ચમત્કાર મળ્યો હતો અને રેલવે બ્રીજ પર રહસ્યમય સંજો ગોમાં બંધ પડેલી ટ્રેન ઇજનેરોના તમામ પ્રયાશો બાદ પણ ચાલુ થઇ શકી નહોતી ત્યારે ગ્રામજનોએ અંગ્રેજોને ડભોડીયા હનુમાનજીની માનતા રાખવાનુ કહેવાયુ હતુ. અંગ્રેજોએ ગ્રામજનોના કહ્યા મુજબ કર્યુ અને ચમત્કારીક રીતે બંધ થઇ ગયેલી ટ્રેન ફરીવાર ચાલુ થઇ હતી. રેલવે બ્રીજ બનાવતી વખતે પણ અંગ્રેજોને પરચો મળ્યો હોવાની માન્યતા છે .અંગ્રેજોએ ડભોડા દાદાને તેલનો ડબ્બો ચઢાવીને માનતા પુરી કરી હોવાની ગ્રામજનોમાં લોકમાન્યતા ચાલી આવી છે.
