ગુજરાત વિધાનસભામાં ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં ગુમ થતા બાળકો અને મહિલાઓનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા આ ગંભીર મુદ્દે સરકારને સવાલ પૂછવામાં આવ્યો હતો.

વર્ષ 2024 અને 2025 દરમિયાન કેટલા બાળકો ગુમ

ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગૃહમાં પૂછેલા સવાલમાં જણાવ્યું હતું કે વર્ષ 2024 અને 2025 દરમિયાન ગિર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં કેટલા બાળકો અને મહિલાઓ ગુમ થયા છે અને તેમની શોધખોળ માટે શું કાર્યવાહી કરવામાં આવી છે.

ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો

આ સવાલના જવાબમાં રાજ્ય સરકાર તરફથી મંત્રીએ જણાવ્યું હતું કે ગુમ થયેલા બાળકોને શોધવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે.

હજુ સુધી કુલ 8 બાળકો મળી આવ્યા નથી

પરંતુ વિમલ ચુડાસમાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા આપવામાં આવેલો જવાબ સ્પષ્ટ નથી અને ગોળગોળ જવાબ આપવામાં આવ્યો છે. તેમના જણાવ્યા મુજબ હજુ સુધી કુલ 8 બાળકો મળી આવ્યા નથી. તેમાં ગીર સોમનાથ જિલ્લાના 1 બાળક અને જુનાગઢ જિલ્લાના 7 બાળકોનો સમાવેશ થાય છે.

માનવ તસ્કરી કે કોઈ ગેંગ જવાબ આપ્યો નથી

ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે આ મામલે માનવ તસ્કરી અથવા કોઈ ગેંગની સંડોવણી છે કે નહીં તે અંગે પણ સરકાર તરફથી કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી. તેમણે સરકાર પાસે માંગ કરી હતી કે ગુમ થયેલા બાળકો અને મહિલાઓને વહેલી તકે શોધી કાઢવા માટે ખાસ કાર્યવાહી કરવામાં આવે.

ગૃહમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી

આ મુદ્દે ગૃહમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને ભવિષ્યમાં આવા બનાવોને રોકવા માટે વધુ સચોટ અને અસરકારક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો.


આ પણ વાંચો---   Gandhinagar News: રાજ્યમાં બે વર્ષમાં પરમીટ વિના દારુ પીનારા 32465 લોકો પકડાયા, તમામ લોકો સામે કેસ નોંધાયા