સી.આર. સી. કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમા રામપુરા પ્રાથમિક શાળાના આચાર્ય નિલેશભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ધો 7 ના વિદ્યાર્થીઓ અક્ષત દરજી અને માનવ ભાટાએ વિભાગ-1માં રજૂ કરેલ કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત AI ટેક્નોલોજી કૃતિને નિર્ણાયકોએ પ્રથમ નંબર આપ્યો હતો. જે તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમા ભાગ લેશે. બાળ વૈજ્ઞાનિકોએ સૌને સમજાવ્યું હતું કે આપણા જીવનના શિક્ષણ, આરોગ્ય, ખેતી, ઉદ્યોગ, વ્યવસાય અને રોજિંદા જીવનમાં AI સમય અને મહેનત બચાવીને વધુ કાર્યક્ષમતા લાવવામાં મદદ કરે છે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કૃતિનું નિરીક્ષણ કરી બાળકો અને માર્ગદર્શક શિક્ષકને અભિનંદન આપ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો