ગાંધીનગરના નિવૃત્ત પ્રોફેસર હાઇટેક સાયબર ગઠિયાઓનો શિકાર બન્યા છે. આ ગઠિયાઓએ નિવૃત્ત પ્રોફેસરની પેન્શનર્સ કાર્ડ મેળવવાની લાલચનો લાભ ઉઠાવી તેમની સાથે રૂા. 11.89 લાખની છેતરપીંડી આચરી છે.


નિવૃત્ત પ્રોફેસરે માત્ર પેન્શનર્સ કાર્ડ માટેની પ્રોસેસ કરી હતી. તેઓએ ઓટીપી પણ આવ્યો ન હતો. તેમ છતા સાયબર ગઠિયા ઉપરોક્ત કળા કરી ગયા હતા. છેતરપીંડીની જાણ થાય તે પુર્વે સાયબર ગઠિયાઓએ નિવૃત્ત પ્રોફેસરનો ફોન પણ દુર બેઠાબેઠા ફોર્મેટ કરી નાખ્યો હતો.

સરગાસણના ફ્લેટમાં રહેતા નિવૃત્ત પ્રોફેસર ડો. નિલાંબર દેવતા (ઉવ.70) બન્યા છે. તેઓ ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઇ રહ્યા હતા ત્યારે બેંક ઓફ બરોડાની પેન્સનર્સ કાર્ડની જાહેરાત જોઇ હતી. જેમાં મેન્ડેટરી ફોર ઓલ એમ્પલોઇ લખ્યુ હતું. આ લખાણ બાદ તેઓએ ઉપરોક્ત જાહેરાત બાદ ક્લીક કરી હતી. જેમાં બેંક એકાઉન્ટની વિગતો તથા એમ્પલોઇ નંબર સબમિટ કરવા જણાવ્યુ હતું. સામેની વ્યક્તિએ તેઓને સ્ટેપ ફોલો કરવીનું જણાવી પેન્શનર્સ કાર્ડ માટેની પ્રોસેસ કરાવી હતી. ત્યારબાદ આ કાર્ડ ઘરે ડિલીવર કરવાનું કહીને એડ્રેસ મેળવવામાં આવ્યુ હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: