ગાંધીનગર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેઇલ મળતા દોડધામ મચી ગઇ હતી. સાવચેતીના પગલારૂપે પોલીસ દ્વારા સમગ્ર કચેરીને ખાલી કરવાની સુચના આપવામાં આવી હતી. અરજદારોને પણ પ્રવેશ અપાયો ન હતો.


પોલીસની ટીમો દ્વારા સમગ્ર કચેરીના ખુણેખુણો ખુંદી નાખવામાં આવ્યો હતો. જોકે, કોઇ સંદિગ્ધ ચીજવસ્તુ મળી નહીં હોવાનું જાણવા મળ્યુ છે. ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પૂર્વે કલેક્ટર કચેરીમાં અગમચેતીના ભાગરૂપે આ પ્રકારે મોકડ્રીલ યોજવામાં આવી હતી. જોકે તંત્રને તેને મોકડ્રીલ નહીં પરંતુ માત્ર કામગીરી કર્યાનું જણાવ્યું હતું. પરંતુ આજે ખરેખર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો મેઈલ આવતાં અફરાતફરી મચી હતી. ધમકીભર્યો મેઇલ માત્ર ડરાવવા માટે કરવામાં આવ્યો હોવાનું જણાયુ હતું. ક્યાં ઇ -મેઇલ આઇડી પરથી મેઇલ આવ્યો તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: