વેકેશન દરમિયાન જિલ્લાની શાળાઓના કેમ્પસ સમર કેમ્પની વિવિધ એક્ટિવિટીથી ગુંજી ઉઠયાં છે. ગાંધીનગરની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે સમરકેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. જેથી બાળકો વેકેશનના સમયનો સદઉપયોગ કરીને કોઈ સ્કીલ શીખી શકે. જેમાં વોલીબોલ,ફૂટબોલ, ક્રિકેટ, હેન્ડબોલ,કરાટે, આર્ચરી, ચેસ સહિતની તાલીમ શાળાઓમાં અપાઈ રહી છે. આ ઉપરાંત કડી કેમ્પસમાં ટેમ્પોલીન,અભિનય, બાળગીત, અભિનય બાળવાર્તા,યોગાસન, સાયકલીંગ, ક્રાફ્ટવર્ક,ડાન્સ, બંજી જમ્પિંગ, રોક ક્લાઈમ્બિંગ, ઝીપલાઈન જેવી એક્ટિવિટ કરાવવામાં આવી હતી.સમરકેમ્પ સાથે ઘણા સ્થળે હેપ્પીસ્ટ્રીટ કાર્યક્રમ પણ યોજાઈ રહ્યાં છે.ચિલ્ડ્રન યુનિવવર્સિટી દ્વારા યોજાયેલા હેપ્પી સ્ટ્રીટમાં દોરડાકૂદ,લંગડી, ઉભી ખો, ગિલ્લીદંડા જેવી વિસરાયેલી રમતો ફરી જીવંત બનાવવામાં આવી હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: