ગાંધીનગર જિલ્લાની પાંચેય વિધાનસભા મતદાન વિભાગની ફોટોવાળી મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધિ કરવામાં આવી છે. મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા તથા કલોલ વિધાનસભા મતદાર વિભાગના તમામ મતદારોના ગણતરી ફોર્મ (EF) ભરવાની કામગીરી કરાઈ હતી.


જે અંતર્ગત જિલ્લાના કુલ 13,89,712 મતદારોમાંથી 2,15,786 મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી થઈ ગયા છે. જ્યારે 11,73,926 મતદારોનો સમાવેશ મુસદ્દા મતદાર યાદીમાંથી થયો છે. જેમાં 6,05,622 પુરૂષ મતદારો, 5,68,259 સ્ત્રી મતદારો તથા 45 અન્ય મતદારોના સમાવેશ થાય છે. સવા બે લાખ મતદારોની બાદબાકી થઈ ગઈ છે, જે પૈકી સવા લાખ જેટલા મતદારો સ્થળાંતરિત થઈ ગયા હોવાનું ચિત્ર બહાર આવ્યું છે. આ જોતાં જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકો પર રાજકીય હારજીતની સ્થિતિનું ચિત્ર બદલાશે તેવી પણ એક ચર્ચા છે. આ તફાવત ભાજપ અને કોંગ્રેસમાંથી કોને ભારી પડશે તેને લઈને પણ લોકોમાં ચર્ચા ઉઠી છે. કોંગ્રેસની મુંઝવણ વધશે, ભાજપએ પણ આ ફેરફારને હળવાશમાં નહી લઈ શકાય.

મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંગે માહિતી આપતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરે જણાવ્યું હતું કે, મતદારો માટે ગતણરી ફોર્મનું વિતરણ, ફોર્મ પરત લેવા તથા ડિજિટાઈઝેશનની પ્રક્રિયા 14 ડિસેમ્બરે પૂર્ણ કરવામાં આવી હતી. કામગીરીના અંતે 13,89,712 મતદારો પૈકી 11,73,926 મતદારોનો મુસદ્દા યાદીમાં સમાવેશ થયો છે. જ્યારે અવસાન, ગેરહાજર, સ્થળાંતર સહિતના કારણોથી 2,15,786 મતદારોના ફોર્મ પરત લઈ શકાયા નથી. જેમાં 56676 મતદારોનું આવસાન, 1,12,589 મતદારોનું સ્થળાંતર, બે જગ્યાએ મતદાર હોય એવા 11,868 લોકો તથા સહી કરવાની ના પાડતા હોય તેવા 1897 મતદારો મળીને કુલ 2.15 લાખથી વધુ મતદારોના નામ મુસદ્દા મતદારયાદીમાંથી કમી કરી દેવાયા છે. મતદારયાદીની પ્રસિદ્ધિ પહેલાં માન્ય રાજકીય પક્ષો સાથે એક બેઠક પણ બોલાવાઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: