જાપાનના આઈચી-નાગોયા ખાતે યોજાયેલી એશિયન પેરા ગેમ્સ 2026માં ભારતની પેરા ટેબલ ટેનિસ ખેલાડી સોનલબેન પટેલે મહિલા એકલ વર્ગ-3 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. ન્યુ વાવોલ વિસ્તારમાં રહેતાં સોનલબેને સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને સેમિફાઇનલ સુધીની સફર પૂર્ણ કરી હતી. ક્વાર્ટર ફાઇનલમાં તેમણે અસયુત દરારત સામે 11:7, 8:11, 11:5, 11:5ના સ્કોરથી જીત મેળવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. સોનલબેનની આ સફ્ળતામાં તેમના કોચ ભાર્ગવ ડાભીનું પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. સોનલબેન ટેકનિક, સર્વિસ, રિસીવ, મેચની વ્યૂહરચના અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાની તૈયારી માટે સતત તૈયારી કરી રહ્યાં છે. પોતાની સફ્ળતામાં સોનલબેને કોચ સાથે પતિ રમેશભાઈના યોગદાનને પણ મહત્વપૂર્ણ ગણાવ્યું હતું.
