પાટનગરના આંગણે લોકકલાનો પર્વ એટલે કે વંસતોત્વનો રંગારંગ પ્રારંભ થયો છે. મહોત્સવમાં 500થી વધુ કલાકારો પોતાની કલાના દર્શકોને પારખાં કરાવશે. સંસ્કૃતિકુંજનો માહોલ જે વર્ષપર્યંત સૂમસામ ભાસતો હોય છે, ત્યાં અત્યારે જાણેકે વસંત ખીલી ઉઠી છે. મોડી સાંજ સાથે જ અહીં ભારતીય સંસ્કૃતિના દર્શન થાય છે. સંગીતના સૂર અને કલાની પ્રસ્તુતિનો થનગનાટ જોવા મળે છે. લોકકલાના વિવિધ રંગોની સાથે અહીં હસ્તકલાનું પ્રદર્શન અને વેચાણનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાથી લોકોની ચહલપહલ આ દિશામાં હાલમાં જોવા મળે છે.
