રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સ્પષ્ટ આદેશ બાદ રાજ્યભરના તમામ યાત્રાધામો, ધાર્મિક સ્થળો, તથા પ્રખ્યાત પ્રવાસન સ્થળોએ ફૂડ સેફ્ટીની મોટી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને લાઈસન્સ સંબંધિત મુદ્દાઓની સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

યાત્રાધામોમાં વેચાતી ખાદ્ય વસ્તુઓની ચકાસણી

સોમનાથ, દ્વારકા, અંબાજી, પાલીતાણા સહિત અનેક યાત્રાધામોમાં વેચાતી ખાદ્ય સામગ્રીનું નમૂના આધારિત પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ફૂડ ઇન્સ્પેક્ટર ટીમોએ વેપારીઓને ત્યાં જઇને ખરીદી રસીદો, કાચા માલની ગુણવત્તા, સંગ્રહ વ્યવસ્થા અને ખાદ્ય પદાર્થોની શુદ્ધતા અંગે વિગતવાર તપાસ કરી છે.

જિલ્લા કલેક્ટરોને ખાસ આદેશ

રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને તેમના વિસ્તારમાં આવેલા મુખ્ય પ્રવાસન સ્થળો અને પિકનિક સ્પોટ્સ પર તાત્કાલિક ફૂડ ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવા સૂચના આપવામાં આવી છે. જેના પગલે ફૂડ ચેકિંગ શરુ પણ કરી દેવાયું છે

મહાનગર પાલિકાઓને પણ સૂચના

રાજ્યની તમામ મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનરોને શહેરમાં આવેલા ધાર્મિક/પ્રવાસન વિસ્તારો તેમજ ફુડ ઝોનમાં કડક ચકાસણી કરવા હર્ષ સંઘવીએ ફરમાન કર્યું છે. ગેરસરકારી અને બિનગણવત્તાવાળી વસ્તુઓ ઝડપાય તો તરત જ દંડ અને લાઈસન્સ રદ કરવાની કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે.

જાહેર સુરક્ષાને પ્રાથમિકતા

સરકારના મતે, તહેવારો અને શિયાળાની રજાઓ દરમિયાન લોકો મોટી સંખ્યામાં યાત્રાધામો તથા પ્રવાસન સ્થળોની મુલાકાત લેતા હોય છે, તેથી ખાદ્ય સુરક્ષા અત્યંત મહત્વની બની ગઈ છે. સામાન્ય લોકોની આરોગ્ય સુરક્ષા માટે સરકાર આ ચેકિંગને “ઉચ્ચ પ્રાથમિકતા” આપી રહી છે.


આ પણ વાંચો----   Gandhinagar : મુખ્ય ચૂંટણી અધિકારી સાથે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક, SIRની કાર્યપ્રગતિથી માહિતગાર કરાયા