રાજ્યના પોલીસ તંત્રને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવી તરફથી ખાસ સૂચના મળી છે કે, જો આંદોલનકારીઓ કાયદો અને મર્યાદાનું ઉલ્લંઘન કરે તો પોલીસ તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે.

પોલીસનું માન ન જાળવે અથવા બંધારણનો ભંગ કરે, તો તેમની સામે પગલા ભરો

DYCM હર્ષ સંઘવીએ આપેલી સુચના મુજબ, દરેક જિલ્લા પોલીસ વડાને સૂચના આપવામાં આવી છે કે આંદોલનકારીઓ, જો પોલીસનું માન ન જાળવે અથવા બંધારણનો ભંગ કરે, તો તેમની સામે પગલા ભરો તથા કાયદેસરની કાર્યવાહી કરવી

પોલીસને સખ્ત પગલાં ભરવા સુચના

સૂચનામાં ખાસ ભાર મૂકાયો છે કે, આંદોલનકારીઓની કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પણ કાયદાનું પાલન કરતા હોવી જોઈએ. તેમ છતાં જો મર્યાદા ભંગ થાય, તો પોલીસને સખ્ત પગલાં ભરવા સુચના અપાઇ છે

આંદોલનકારીઓ પોલીસની માન મર્યાદા જાળવતા ના હોવાની ફરિયાદો

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી આંદોલનકારીઓ પોલીસની માન મર્યાદા જાળવતા ના હોવાની ફરિયાદો ઉઠી હતી અને આ ફરિયાદોના આધારે ડે સીએમ ગૃહ મંત્રીએ હર્ષ સંઘવીએ સુચના આપી હતી


આ પણ વાંચો---- Gandhinagar : રાજ્યમાં 100 કલાકમાં રાષ્ટ્ર વિરોધી ગુનામાં સામેલ 31,840 આરોપીઓનું વેરીફિકેશન, ડીજીપીએ આપી માહિતી