શહેરમાં સેક્ટર વિસ્તારોમાં આવેલા દબાણો સામે કાર્યવાહી બાદ હવે પાટનગર યોજના વિભાગ દ્વારા જૂના ગામોમાં દબાણો સામે કાર્યવાહી કરવામાં આવે તેમ છે.
જે માટે હાલ દબાણની વિગતો એકઠી કરવા સહિતની કામગીરી ચાલી રહી છે. ગામોમાં કેટલા દબાણો અને કેવા પ્રકારના દબાણો છે તેની વિગતો એકઠી થઈ ગયા બાદ કાર્યવાહી અંગે નિર્ણય લેવાશે. જોકે કાર્યવાહી પહેલાં ઉચ્ચકક્ષાએ ધ્યાન દોરવામાં આવે તેમ છે.
પાટનગરની રચના માટે ઈન્દ્રોડા, ધોળાકુવા, ગોકુળપુરા, પાલજ, બાસણ, બોરીજ, આદીવાડા અને ફતેપુરા જેવા ગામોની જમીન સંપાદિત કરવામાં આવી હતી. જે ગામો 15 વર્ષ ઉપરાંતથી મહાપાલિકામાં સમાવિષ્ટ છે. જોકે સેક્ટોરની જેમ આ ગામોમાં ગટર-પાણીનું વ્યવસ્થાપન અને જમીનની જવાબદારી હજુ પાટનગર યોજના હસ્તક છે. જુના આઠ ગામોમાં પણ દબાણોનો રાફડો ફાટયો છે. વર્ષો પહેલા બોરીજમાં સરકારી જમીન પરના દબાણો તોડવામાં આવ્યા હતા. એ વખતે આ એક જ ગામમાં એકસાથે 40 જેસીબી ઉતાર્યા હતા. તાજેતરમાં જ સેક્ટર વિસ્તારોમાંથી 1500થી વધુ દબાણોનો કડૂસલો બોલાવ્યો હતો. ત્યારે હવે તંત્ર દ્વારા આ જૂના ગામો તરફ નજર માંડી હોવાની વિગતો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ ગામોમાં સરકારી જમીનો ઉપર ખડકાયેલા દબાણોની વિગતો એકઠી કરવામાં આવી રહી છે. જેમાં કેટલા અને કેવા પ્રકારના દબાણો ખડકાયેલા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો