ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલા રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. અન્ય પછાત વર્ગ એટલે કે OBC માટે અનામતનો હિસ્સો 10 ટકા પરથી વધારીને હવે 27 ટકા કરવામાં આવ્યો છે. જેના કારણે સ્થાનિક રાજકારણમાં OBC સમાજનું પ્રભુત્વ વધશે..OBC અનામત વધતા અનેક બેઠકોનું રિઝર્વેશન બદલાશે અને ઘણા વર્તમાન નગરસેવકો માટે ટિકિટ બચાવવી મુશ્કેલ બની શકે છે.

આ વખતે OBC અનામત રાજકીય સમીકરણો બદલાવી શકે 

ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં આ વખતે OBC અનામત રાજકીય સમીકરણો બદલાવી શકે છે.રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કુલ અંદાજે 9050 બેઠકો પર આવનાર દિવસોમાં ચૂંટણી યોજશે... 2021ની ચૂંટણીમાં આમાંથી 883 બેઠકો OBC માટે અનામત હતી. પરંતુ હવે OBC અનામત 10 ટકા પરથી વધીને 27 ટકા થતા OBC સમાજના પ્રતિનિધિત્વમાં મોટો વધારો થવાનો છે.

2400 થી વધુ બેઠક થવાનો થવાનો અંદાજ

2021 ની સ્થિતિએ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કુલ 9050 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં 883 ઓબીસી બેઠકો અનામત માટે હતી જેમાં હવે વધારો થશે એ અંદાજે 2400 થી વધુ થવાનો અંદાજ છે

ક્યાં યોજાશે ચૂંટણી

મહાનગર પાલિકા - 15

જિલ્લા પંચાયત - 32

તાલુકા પંચાયત - 231 થી વધુ

નગરપાલિકા -81 થી વધુ

2021 ની સ્થિતિએ બેઠકો અને ઓબીસી અનામત અને 27% મુજબ કેટલી થાય


સંસ્થા   વોર્ડસીટઓબીસી27% 
6 મનપા 
144 

576 57 155
જિલ્લા પં. 31 980 94264
તાલુકા. 231 4774 463 1288
81 નપા. 680 2720 270 734


ઓબીસી સમાજના 144 જેટલી જ્ઞાતિઓનું આનાથી પ્રતિનિધિત્વ વધશે

ઓબીસી નેતાગીરી વધવા પર કોંગ્રેસના પ્રવક્તા નિદત બારોટનું કહેવું છે કે અમે વસ્તીના આધારે અનામત આપવાની માંગણી ઘણા સમયે પહેલા કરી હતી..2023 માં સરકાર કાયદો લાવી અને 27% અનામત આપી છે... સમાજનો વર્ગ જેને રાજકીય ક્ષેત્રે કામ કરવાની તક ઓછી મળતી હતી વ્યવસ્થા તંત્રમાં ઓછું સ્થાન મળતું હતું તેમને ફાયદો થશે..ઓબીસી સમાજના 144 જેટલી જ્ઞાતિઓનું આનાથી પ્રતિનિધિત્વ વધશે અને સમાજ જીવનમાં આવશે..

ભાજપ જાતિ આધારિત રાજનીતિ કરતી નથી

તો ભાજપના ઓબીસી મોરચાના પ્રમુખ નું કહેવું છે કે ભાજપ જાતિ આધારિત રાજનીતિ કરતી નથી.. નામદાર કોર્ટ દ્વારા 27% અનામત માટે આદેશ કરવામાં આવ્યા હતા.. પાર્ટી અને કાર્યકરોને આનાથી ઓબીસી વર્ગને ફાયદો થશે.. પાર્ટીને વરેલા વ્યક્તિઓને જ્યારે જરૂર પડી ત્યાં ટિકિટ આપે છે.. ભૂતકાળમાં ઓપન બેઠકમાં પણ ઓબીસી ને ટિકિટ આપી છે...

રાજકીય પક્ષો માટે ઉમેદવારીનું ગણિત સંપૂર્ણ બદલાઈ શકે

OBC અનામત વધતા ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પક્ષો માટે ઉમેદવારીનું ગણિત સંપૂર્ણ બદલાઈ શકે છે. જેના કારણે આ ચૂંટણીમાં ઘણા નવા ચહેરા જોવા મળી શકે છે અને સ્થાનિક રાજકારણમાં OBC સમાજનું પ્રભુત્વ વધતું જોવા મળશે.


આ પણ વાંચો---    Surat : વિદ્યાર્થિનીઓના આપઘાતમાં મોટો ખુલાસો, પ્રેમી સાથે બ્રેકઅપ થતાં જીવન ટૂંકાવ્યાનો ખુલાસો