ચ-0 થી સે.1 તરફ આવતા ગીરફાઉન્ડેશન વચ્ચેનો જોખમી ડિવાઇડર કટ આખરે કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જોકે, આ પુર્વે ડિવાઇડર કટના કારણે બે માનવ જિંદગી હોમાઇ ગઇ છે. અનેક સામાન્ય અકસ્માતો સર્જાયા છે. સ્થાનિક રહિશો દ્વારા પણ આ કટ બંધ કરવા માટે વારંવાર રજુઆતો કરવામાં આવી હતી. આ ડિવાઇડર કટના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકો માટે જોખમ સર્જાયુ હતું. અહીં રાઉન્ડ ધ ક્લોક વાહનોની અવરજવર રહે છે. જ રોડ તરીકે ઓળખાતો આ રોડ પર સતત વીવીઆઇપીઓના કાફલા પણ પસાર થાય છે. રોડ પર એક પણ સ્પીડબ્રેકર નથી. રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોવા છતાં આ રોડ પર ગીરફાઇન્ડેશન પાસે ડિવાઇડર પર કટ આપવામાં આવતો હતો.
https://sandesh.com/maru-saher-maru-gaam










