ગાંધીનગરમાં ઉનાળાની ગરમી ધીરે-ધીરે પોતાનું રોદ્રરૂપ બતાવી રહી છે. આજે બપોરે ગરમીનો પારો 41.2 નોંધાતા રહીશો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયાં હતા. બીજી તરફ રાત્રી દરમિયાન લઘુત્તમ તાપમાન 25.5 ડીગ્રી નોંધાયું હતું. એટલે કે દિવસ અને રાતના તાપમાનમાં દોઢો તફાવત રહ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતા જ હવે ગરમ પવનો ફુંકાવાના શરૂ થયા છે, જેને પગલે ધીરે-ધીરે તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. આજે સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. બીજી તરફ લઘુત્તમ તાપમાન 25.5 ડીગ્રી રહ્યું હતુ. એટલે કે રાત્રી અને દિવસના તાપમાનમાં 15.7 ડીગ્રી જેટલો તફાવત નોંધાયો હતો. ગરમીની અસર હવે શહેરના માર્ગો ઉપર જોવા મળે છે, જેમાં ઘણા માર્ગો બપોરે સૂમસાન જોવા મળે છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: