ગાંધીનગરમાં ઠંડા પવનોની અસરથી ઠંડીનો પારો ગગડયો છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાતના તામાનમાં ઘટાડો નોંધાયો હતો. જેમાં 24 કલાકમાં જ શહેરમાં લઘુત્તમ તાપમાનમાં 2.6 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે. જો સામે મહત્તમ તાપમાન 1.2 ડિગ્રીનો વધારો થયો છે. ગાંધીનગરમાં આજે ઠંડીનો પારો 10.8 ડિગ્રી નોંધાયો હતો. બપોરના મહત્તમ તાપમાન 27.7 ડિગ્રી જેટલું નોંધાયું હતુ.


શહેરમાં સોમવારે ઠંડીનો પારો 10.8 ડિગ્રી નોંધાયા બાદ ત્રણ દિવસમાં 2.6 ડિગ્રીના વધારા સાથે ગઈકાલે લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગ મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે રાત્રીના તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ગાંધીનગરમાં ઠંડીનો પારો 10.8 ડિગ્રી નોંધાતા નગરજનો ઠંડીમાં ઠુંઠવાયા હતા. લઘુત્તમ તાપમાનમાં ઘટાડા સામે મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. ગઈકાલે બપોરે નોંધાયેલા 26.5 ડિગ્રી મહત્તમ તાપમાનમાં 1.2 ડિગ્રીના વધારા સાથે આજે 27.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. એટલે કે દિવસ અને રાતના તાપમાન વચ્ચે 16.9 ડિગ્રી જેટલો તફાવત નોંધાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: