ખેલ મહાકુંભ 2026 અંતર્ગત ગાંધીનગર ગ્રામ્ય જિલ્લા કક્ષાની રસ્સા ખેંચની તમામ ગ્રુપની ભાઈઓ બહેનોની સ્પર્ધા શ્રી સ્વામિનારાયણ સ્કૂલ બાલવા મુકામે યોજાઈ હતી. જેમાં બાલવાના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અંડર-17 ભાઈઓમાં પ્રથમ ક્રમે અંડર 17 બહેનોમાં પ્રથમ ક્રમે અને ઓપન વિભાગ ભાઈઓમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી બાલવાની ત્રણેય ટીમો જિલ્લા કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવેલ છે. જેઓને સરકાર તરફ્થી અંકે રૂપિયા 90,000/નો રોકડ પુરસ્કાર પ્રાપ્ત થશે. જેમને શાળાના વ્યાયામ શિક્ષક એસ.કે પટેલ અને શ્રી વિપુલભાઈ કે ચૌધરીએ માર્ગદર્શન આપ્યું હતું.
