ગાંધીનગર જિલ્લા પંચાયતની ઉવારસદ બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા સંયુક્ત રીતે અનોખી પહેલ કરી હતી. ઠાકોર સમાજના બંને ઉમદેવારોએ પોતાની કુળદેવીની સાક્ષીએ સોગંધ લઈને ચૂંટણી જીતવા માટે દેશી કે વિદેશી દારૂનો સહારો ન લેવાનું નક્કી કર્યં હતું ત્યારે ગાંધીનગરના વધુ એક ઉમેદવાર આ પહેલમાં જોડાયા છે. અડાલજ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિકીતાબેન કુંડલજી ઠાકોર અને તેમના સમર્થકો દ્વારા આ નિર્ણય લેવાયો હતો. જેમાં તેઓ જમિયતપુરા ચામુંડા માતાજીના મંદિરે પહોંચ્યા હતા. જ્યાં કુળદેવી ચામુંડા માતાજી સમક્ષ ચૂંટણીમાં દારૂ નહીં વહેંચવા પ્રતિજ્ઞા લીધી હતી. માત્ર આ જ ચૂંટણી નહીં પરંતુ આગામી કોઈપણ ચૂંટણીમાં પોતાના વિસ્તારમાં દારૂની બદી ઘૂસવા ન દેવા માટે તેઓએ નક્કી કર્યું છે. ઠાકોર સમાજ સહિતના યુવાધન દારૂની બદીમાં ફસાય નહીં અને લોકોમાં પણ એક મેસેજ જાય તે માટે આ પ્રતિજ્ઞા લેવાઈ હતી.

Ahmedabad News: બોડકદેવમાં સ્થિત પ્રકાશ સ્કૂલને FRCની નોટિસ, 25 જૂને ખુલાસા સાથે હાજર રહેવા સૂચના









