ગાંધીનગર સાયબર ક્રાઇમની ટીમો દ્વારા સરકારના એનસીસીઆરપી સહિતના પોર્ટલ પર ઉપલબ્ધ મ્યુલ બેંક એકાઉન્ટ ધારકોના ખાતાઓની ચકાસણી હાથ ધરાઈ હતી. ચકાસણીમાં આઇડીએફસી બેંકમાં ઓપન કરાવેલા બે બેંક એકાઉન્ટના કેવાયસી અને તેના સ્ટેટમેન્ટનું એનાલીસીસ કરવામાં આવ્યુ હતું. આ બે બેંક એકાઉન્ટ પૈકી એક એકાઉન્ટ શીફા ઇન્ફ્રા પ્રાઇવેટ લીમીટેડનું હતું. જેનું એડ્રેસ ઇન્ફોસિટી ટાઉનશીલ શોપીંગ મોલ-1 ખાતેનું દર્શાવાયુ હતું.
પોલીસની પ્રાથમિક તપાસમાં શીફા ઇન્ફ્રા.ના ડાયરેક્ટર તરીકે યાશીલ વિજય પટેલ (રહે. કલગી પાર્ક, નરોડા) તથા મહમંદ શાહિલ અબ્દુલરસીદ પટેલ (રહે. સે.4 એ ) હોવાનું ખુલ્યું હતું. આ બઁક એકાઉન્ટમાં 1.96 કરોડનું ટ્રાન્જેક્શન થયું હોવાનું ખુલ્યું હતું. જે સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાંનું હતું. એનસીસીઆરપી પોર્ટલમાં આ બેંક એકાઉન્ટ સામે બે ફરિયાદો છે. જ્યારે અન્ય એક બેંક એકાઉન્ટની તપાસમાં 74.25 લાખનું ગેરકાયદે ટ્રાન્જેક્શન થયું હતું. જે એકાઉન્ટ ડિવાઇન કેટરર્સ (રહે. પટેલવાસ, સોનીપુર, રૂપાલ) હોવાનું ખુલ્યુ હતું. જેનો ડિરેક્ટર ભાવેશ રાધેશ્યામ પટેલ સામે 25 ફરિયાદ નોંધાયેલી હતી.










