ગાંધીનગર શહેરમાં રોગચાળાના કહેર વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આવી કોઈ પરિસ્થિતિ ન સર્જાય તે માટે તંત્રને એલર્ટ કરી દેવાયું છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની લિકેજ કે દૂષિત પાણીની કોઈપણ ફરિયાદ સામે આવે તો તેને ગંભીરતાથી લઈને તાત્કાલિક ઉકેલ લાવવા માટે સૂચના અપાઈ છે. જેમાં ખાસ કરીને પાણીનું ક્લોરીનેશન વધારીને તે પિવાલાયક છે કે નહીં તે સુનિશ્ચિત કર્યા બાદ જ પાણી સપ્લાય આપવા સૂચના અપાઈ છે.


ગાંધીનગર શહેરમાં પાણીના લિકેજ, દૂષિત પાણી સહિતની ફરિયાદોને તંત્ર દ્વારા નજરઅંદાજ કરી દેવાઈ હતી. જેને પગલે શહેરના કેટલાક ભાગમાં રોગચાળો ફેલાયો છે. દૂષિત પાણી પીવાને પગલે અનેક લોકો બિમારીના ખાટલે પડયાં છે. જેમાં સત્તાવાર આંકડા મુજબ ટાઈફોઈડ પોઝિટિવ દર્દીઓ 153 થઈ ગયા છે. આ સિવાય ટાઈફોઈડ જેવા લક્ષણો સાથે અનેકગણા દર્દીઓ સાવરાર માટે પહોંચી રહ્યાં છે. આવી શહેરમાં રોગચાળાની સ્થિતિ વચ્ચે ગ્રામ્ય વિસ્તારમાં આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે ઉચ્ચકક્ષાએ ખાસ તાકીદ કરવામાં આવી છે. જેને પગલે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્થાનિક તંત્રને એલર્ટ કરી દેવાયું છે. ખાસ કરીને દૂષિત પાણી, લાઈન લિકેજ કે ગટરની સમસ્યાઓને નજરઅંદાજ ન કરતાં વહેલી તકે તેનો ઉકેલ લાવી દેવા માટે કહીં દેવાયું છે. જેને પગલે દૂષિત પાણીથી લોકો બિમાર પડે નહી અને રોગચાળા જેવી કોઈ સ્થિતિનું નિર્માણ થાય નહીં.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: