ગુજરાતમાં નોંધપાત્ર વૈશ્વિક મૂડીરોકાણ આવશે. અમેરિકા-કેનેડાનો પ્રવાસ ફ્ળદાયી સાબિત થશે.* વાઇબ્રન્ટ સમિટ-2027 સંદર્ભે 10 દિવસના વિદેશ પ્રવાસથી ગુરુવારે પરત આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડેટા સેન્ટર અને ગિફ્ટ સિટી સંદર્ભે યુએસ-કેનેડામાં થયેલી બેઠકોમાં ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે. એરપોર્ટ પર તેમનું સ્વાગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું હતું. આગામી 50 દિવસમાં 8 ડેલિગેશન 12 દેશોનો પ્રવાસ કરશે. વિદેશથી પરત ફરી મુખ્યમંત્રીએ સુઝુકી મોટર્સના ડેલિગેશન સાથે બેઠક યોજી હતી, જેમાં સુઝુકીએ વધારાના રોકાણની ઇચ્છા દર્શાવી છે. દરમિયાન, ગુજરાતની મુલાકાતે આવેલા આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વશર્મા ગાંધીનગરમાં સીએમ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જોડાયા હતા. તેમણે ગુજરાતની શ્રોષ્ઠ પદ્ધતિઓ આસામમાં લાગુ કરવા અધિકારીઓ સાથે આવ્યા હોવાનું જણાવ્યું હતું.
