કડી તાલુકાના કોલાદ ગામમાં જમીન વિવાદને પગલે તંગદિલી સર્જાઈ છે. ખેડૂત રમેશભાઈ શંકરભાઈ પટેલે બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે પૂર્વ માલિક હીરાભાઈ સોમાભાઈ તથા તેમના સાથીએ ગેરકાયદે રીતે જમીનમાં પ્રવેશ કરી કામદારોને અપશબ્દો બોલીને ધમકી આપી હતી. રમેશભાઈએ વર્ષ 2006માં કોલાદ ગામની બ્લોક સર્વે નં. 392 વાળી જમીન ખરીદી હતી. ત્યારબાદ લાંબા સમયથી બંને શખ્સો વચ્ચે જમીન મામલે ચાલતો હતો. વિવાદ વચ્ચે 2023માં આ જમીન પલોડીયા ગામના રમુભાઈ કરણાભાઈ ભરવાડને રૂ. 21,09,300માં વેચી હતી. તેમના પૈસાથી જમીન ફ્રતે આરસીસીની ફેલ્ડિંગ દીવાલ બાંધવામાં આવી હતી. તા. 9મી એપ્રિલે સવારે હિરાભાઇ સાથીઓ સાથે ખેતરમાં આવી મજૂર ટીનાભાઈને ધમકાવ્યો હતો. બીજા દિવસે તા. 10મીએ જમીન પર જતાં દીવાલની ત્રણ બાજુ તથા દરવાજો મોટા વાહન વડે તોડી પાડવામાં આવેલો જોવા મળ્યો હતો. તોડફેડથી આશરે રૂ. 15 લાખનું નુકસાન થયું હતું. જેના પગલે જમીન માલિક રમેશભાઈએ બાવલું પોલીસ મથકમાં હીરાભાઈ સોમાભાઈ તથા એક અન્ય ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાવતા બાવલું પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: