ગાંધીનગર આરોગ્ય વિભાગ અને કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન બીબીએ કોલેજના NSSયુનિટના સંયુક્ત તત્વાવધાન હેઠળ ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુNSS સ્વયંસેવકોને નીક્ષય મિત્ર તરીકે સક્ષમ બનાવવાનો અને સમાજમાં TBઅંગેના ભ્રમો દૂર કરી જાગૃતિ ફેલાવવાનો રહ્યો હતો. કાર્યક્રમમાં ગાંધીનગર શહેરTB ઉન્મૂલન અધિકારી ડૉ.પાર્થ ગોસ્વામી દ્વારા ખૂબ સુંદર અને સરળ ભાષામાં માર્ગદશન આપવામાં આવ્યું હતું. કુલ 92 સ્વયંસેવકોએ આ તાલીમ મેળવી હતી અને તાલીમ બાદ નિક્ષે મિત્ર માટે રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો