ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા સરકારી નોકરી ઈચ્છુક ઉમેદવારો માટે એક મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. મંડળે રાજ્યના વિવિધ વિભાગોમાં કુલ 395 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે.

આ ભરતીમાં મુખ્યત્વે ત્રણ કેટેગરીના પદોનો સમાવેશ થાય છે.

  • જુનિયર ફાર્મસીસ્ટ: 209 જગ્યાઓ
  • ગ્રંથાલય કારકુન: 86 જગ્યાઓ
  • મદદનીશ (Assistant): 100 જગ્યાઓ

આમ, કુલ 395 પદો માટેની ભરતી પ્રક્રિયા આજથી (તારીખ 16 ડિસેમ્બર) શરૂ થઈ રહી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આજે બપોરે 2 વાગ્યાથી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ 30 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. ઉમેદવારોએ નિર્ધારિત સમય મર્યાદામાં મંડળની સત્તાવાર વેબસાઇટ મારફતે ફોર્મ ભરવાનું રહેશે. આ ભરતી રાજ્યના યુવાનો માટે સરકારી સેવામાં જોડાવાની એક ઉત્તમ તક પૂરી પાડે છે.