મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, દેશમાં એરક્રાફ્ટ લિઝિંગ ઈન્ડસ્ટ્રીઝ માટે ગિફ્ટ સિટીનું ઈન્ટરનેશનલ ફાઈનાન્સીયલ સર્વીસીસ સેન્ટર્સ ઓથોરીટી મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યું છે.મુખ્યમંત્રીએ ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય, IFSCA અને FICCIના સંયુક્ત ઉપક્રમે ગિફ્ટ સિટીમાં આયોજિત ઈન્ડિયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સીંગ સમિટ 2.0નો પ્રારંભ કરાવ્યો હતો.
ગિફ્ટ સિટી દેશના ફિનટેક હબ તરીકે ખ્યાતિ પામ્યું
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરપ્પુ રામ મોહન નાયડુની વિશેષ ઉપસ્થિતિમાં આ સમિટમાં દેશ-વિદેશના એવિએશન ઈન્ડસ્ટ્રીઝ લિડર્સ, પોલિસી મેકર્સ અને સ્ટેક હોલ્ડર્સ સહભાગી થઈ રહ્યાં છે.આ સમિટના પ્રારંભે એર ઈન્ડિયા, ઈન્ડિગો, સ્ટાર એર, બેંક ઓફ ઈન્ડિયા, IFSCA તથા અકાશા દ્વારા નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે નવા જોડાણો અને રોકાણો માટે વિવિધ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.સાથે જ ફિક્કીના નોલેજ રિપોર્ટનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે,વડાપ્રધાન મોદીની વિઝનરી લીડરશીપમાં નિર્માણ થયેલું ગિફ્ટ સિટી દેશના ફિનટેક હબ તરીકે ખ્યાતિ પામ્યું છે.
ઈકો સિસ્ટમને સુદ્રઢ કરવાનો ઉદેશ્ય
ગિફ્ટ સિટીના IFSCAની એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સીંગ સેક્ટરની ભૂમિકા વધુ વ્યાપક બનાવીને વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓને સ્થાનિક સ્તરે અમલમાં લાવી એવિએશન ફાઈનાન્સીંગ ઈકો સિસ્ટમને સુદ્રઢ કરવાનો ઉદેશ્ય આ સમિટ પાર પાડશે. ભૂપેન્દ્ર પટેલે એરક્રાફ્ટ લિઝિંગ ઈન્ડસ્ટ્રીઝને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની સરળતા આપવા IFSCAના માધ્યમથી યુનિફાઈડ રેગ્યુલેટરની વ્યવસ્થા કરવામાં આવી હોવાનો ઉલ્લેખ પણ આ તકે કર્યો હતો.
મોદીના સંકલ્પને સાકાર કરવામાં ગતિ આપશે
મુખ્યમંત્રીએ વડાપ્રધાનના દિશાદર્શનમાં રજુ થયેલા આ વર્ષના કેન્દ્રીય બજેટમાં ગિફ્ટ સિટી IFSCમાં સ્પર્ધાત્મક્તા વધારવાના હેતુથી આપવામાં આવેલા ટેક્સ હોલિડે અને અન્ય પ્રોત્સાહનોની પણ ભૂમિકા આપી હતી.તેમણે એવિએશન ઈન્ડસ્ટ્રીઝ અને એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સીંગ સેક્ટરમાં પણ ગુજરાત નેતૃત્વ કરશે તેવી નેમ વ્યક્ત કરતાં કહ્યું કે, ગિફ્ટ સિટીમાં સંચાલિત IFSCA દ્વારા અત્યાર સુધીમાં 370થી વધુ એસેટ્સ લિઝ પર આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમિટમાં સહભાગી થઈ રહેલા ઈન્ડસ્ટ્રી લિડર્સને આહવાન કર્યુ હતુ કે,ગિફ્ટ સિટી IFSCA સાથેનો તેમનો સહયોગ 2047ના વિકસિત ભારતના નિર્માણના વડાપ્રધાન મોદીના સંકલ્પને સાકાર કરવામાં ગતિ આપશે.
આ પણ વાંચોઃ Valsad: ક્રોમા કંપનીમાં લાગેલી આગમાં બે શ્રમિકોની હાલત ગંભીર, ફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો