ઉનાળા વેકેશનની શરૂઆત પહેલા જ GSRTCમાં મુસાફરોનો ભારે ધસારો છે. તા.9થી 15 એપ્રિલ દરમિયાન 108000થી વધુ સીટો એડવાન્સમાં બુક થઇ ગઇ છે. જેના થકી એસ.ટી.નિગમને 3.22 કરોડથી વધુની રકમની આવક થવા પામી છે.ઉનાળા વેકેશનમાં સહપરિવાર વતન જવા, ધાર્મિક-પર્યટન સ્થળોની મુલાકાત લેવા માટે લોકોએ એસ.ટી.બસોમાં અત્યારથી ટિકિટ રિઝર્વેશન કરાવી તેમની સીટો સિક્યોર કરી લીધી છે.


ઉત્તર ગુજરાત તરફ મુસાફરી માટે માંગ વધી

એડવાન્સ ટિકિટ બુકિંગના મામલે ગોધરા ડિવિઝન સૌથી આગળ રહ્યું છે.જ્યાં કુલ 28137 ટિકિટો બુક થઇ છે.જેના થકી 76.34 લાખની આવક થવા પામી છે. રાજકોટ વિભાગમાં 40.71 લાખની કિંમતની 14206 ટિકિટ અને જામનગર વિભાગમાં 9404 ટિકિટ, ભુજ વિભાગમાં 8897 ટિકિટો બુક થઇ ગઇ છે.આ વિસ્તારોમાં પ્રવાસ અને ગામડાઓ તરફ જતા લોકોની સંખ્યા વધારે છે.અમદાવાદ વિભાગમાં 22.93 લાખની કુલ 8978 ટિકિટો બુક થઈ ગઈ છે.અમદાવાદથી ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ મુસાફરી માટે માંગ વધી છે. આ સમયગાળા દરમિયાન એડવાન્સ બુક થયેલી ટિકિટોમાંથી 3674 ટિકિટો રદ થવા પામી છે.

એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન

જે સંદર્ભમાં એસ.ટી.નિગમે મુસાફરોને ટિકિટ રદ કરાવવાના કિસ્સામાં 11.14 લાખનું રિફંડ પણ ચુકવી દીધું છે.ટ્રેન અને ફ્લાઈટના તેમજ ખાનગી બસોના મોંઘા ભાડા સામે એસ.ટી.સસ્તા ભાડાનો મજબૂત વિકલ્પ હોવાથી લોકો એસ.ટી.બસોની મુસાફરી કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે.બરોડા વિભાગમાં 4849, ભાવનગરમાં 7153, સુરતમાં 2149, અમરેલી વિભાગમાં 5534 ટિકિટો એડવાન્સમાં રિઝર્વેશન થઈ જવા પામી છે. મુસાફરોના અતિ ભારે ધસારાને લઈને એ.ટી.નિગમ દ્વારા ઉનાળા વેકેશનમાં એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન પણ હાથ ધરાયું છે.


આ પણ વાંચોઃ Rajkot: જૂની અદાવતનો લોહિયાળ અંજામ, રુડ ચોક પાસે યુવક પર છરી વડે જીવલેણ હુમલો


  • Follow us on: