ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે લાંબા સમયની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વર્ગ-3ની કુલ 5370 જગ્યાઓ માટે સત્તાવાર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં મોટા પાયે નવા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે.

GSSSB Recruitment 2026માં ભરતી

આ ભરતીને મુખ્યત્વે બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. જેમાં ગ્રુપ-Aમાં 2365 જગ્યાઓ માટે અને ગ્રુપ-Bમાં 3005 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

Group-A

  • સમાજ કલ્યાણ નિરીક્ષક - 125
  • કાર્યાલય અધિક્ષક - 3
  • કલેક્ટર કચેરીના ક્લાર્ક (મહેસૂલી ક્લાર્ક) - 1600
  • હેડ ક્લાર્ક - 134
  • સિનિયર ક્લાર્ક - 503
  • Total Group - A 2365

Group-B

  • જુનિયર ક્લાર્ક - 3005
  • Total Group-B 3005


ફોર્મ ભરવાની તારીખ અને પ્રોસેસ

આ ભરતીમાં ભાગ લેવા માંગતા લાયકાત ધરાવતા ઉમેદવારોએ આગામી 5 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ ગુજરાત સરકારના સત્તાવાર પોર્ટલ પર જઈને પોતાના ફોર્મ સબમિટ કરવાના રહેશે. અત્રે નોંધનીય બાબાત છે કે, આ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને પરીક્ષા પદ્ધતિ અંગેની વિગતવાર માહિતી GSSSBની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.


https://www.instagram.com/reel/DUVOaGwlIOp/?hl=en


20 ફેબ્રુઆરી સુધી કરી શકાશે અરજી

ફેબ્રુઆરી માસમાં ફોર્મ ભરાયા બાદ ટૂંક સમયમાં જ તેની પરીક્ષાની તારીખો પણ જાહેર કરવામાં આવી શકે છે. જે ઉમેદવારો લાંબા સમયથી તૈયારી કરી રહ્યા છે, તેમના માટે આ વર્ષની આ સૌથી મોટી તક માનવામાં આવી રહી છે. આ માટે ઉમેદવારોએ https://gsssb.gujarat.gov.in/ વેબસાઈટ ૫ર 5 ફેબ્રુઆરી 2026થી (2 કલાક) થી તારીખ 20 ફેબ્રુઆરી 2026 (11:59 કલાક સુધી) દરમિયાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે.  આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઉમેદવાર સ્નાતક અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવા જરૂરી છે.


આ પણ વાંચો - PTC Collage : ખાનગી PTC કોલેજોની ઉઘાડી લૂંટ પર સકંજો કસાશે, કોલેજો પ્રવેશ પ્રક્રિયામાં જોડાઇ, જુઓ Video