ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-એપ્રિલ મહિનામાં લેવાયેલી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓના પરિણામ જાહેર કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયથી પરિણામની રાહ જોતા લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ મહત્વના સમાચાર છે.
ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓના પરિણામ
ગુજરાત શિક્ષણ બોર્ડના જણાવ્યા અનુસાર પરિણામ નીચે મુજબની તારીખોએ જાહેર કરવામાં આવશે.ધોરણ 12 (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ) 4 મે, 2026 ના રોજ પરિણામ જાહેર થશે. ધોરણ 10 (SSC) 6 મે, 2026 ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.
તૈયારીઓ પૂર્ણ
શિક્ષણ બોર્ડ દ્વારા પેપર ચેકિંગ અને ડેટા એન્ટ્રીની તમામ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. પરિણામમાં પારદર્શિતા જળવાય તે માટે ટેકનિકલ ચકાસણી પણ કરી લેવામાં આવી છે. આ વર્ષે રેકોર્ડબ્રેક સમયમાં પરિણામ તૈયાર કરવામાં આવ્યું હોવાનું મનાઈ રહ્યું છે.
નીચે મુજબની પદ્ધતિઓથી પરિણામ મેળવી શકશે
વેબસાઇટ, બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જઈને પોતાનો બેઠક ક્રમાંક (Seat Number) એન્ટર કરીને પરિણામ જોઈ શકાશે.વોટ્સએપ (WhatsApp), વિદ્યાર્થીઓની સુવિધા માટે બોર્ડ દ્વારા વોટ્સએપ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ 6357300971 નંબર પર પોતાનો સીટ નંબર મેસેજ કરવાનો રહેશે, જેનાથી તુરંત પરિણામ મળી જશે.
આ પણ વાંચો:Surat News: ડૂમસ સી-ફેસ પરથી મુખ્યમંત્રીનું સંબોધન, ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન ગણાવ્યું