ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10 (SSC)ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. લાખો વિદ્યાર્થીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તે પરિણામ આગામી 6 મે, બુધવારના રોજ સવારે 10 વાગ્યે પ્રસિદ્ધ કરવામાં આવશે.

વેબસાઇટ પર કઈ રીતે જોશો?

વિદ્યાર્થીઓ તેમનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જઈને ઓનલાઇન જોઈ શકશે. આ માટે વિદ્યાર્થીઓએ પોતાનો બેઠક ક્રમાંક (Seat Number) એન્ટર કરવાનો રહેશે.

વોટ્સએપ પર પણ મળશે પરિણામ

આ વર્ષે વિદ્યાર્થીઓની સુવિધા માટે બોર્ડ દ્વારા વોટ્સએપ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો સીટ નંબર મેસેજ કરીને પણ સરળતાથી પરિણામ મેળવી શકશે. વેબસાઇટ પર ટ્રાફિક વધુ હોવાને કારણે રિઝલ્ટ જોવામાં તકલીફ પડે, ત્યારે વોટ્સએપનો આ વિકલ્પ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.


આ પણ વાંચો - Gandhinagar News: ગુજરાત સરકારની ભેળસેળિયાઓ સામે લાલ આંખ, 1018 કિલો નકલી પનીરનો નાશ, આઈસ્ક્રીમ અને જ્યુસના સેન્ટરો પર તવાઈ