રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને સર્વસ્પર્શી અને ગુણવત્તાયુક્ત બનાવવાના સંકલ્પ સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને શિષ્યવૃત્તિ વિતરણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ ક્રાયક્રમમાં મુખ્યમંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે SSIP 2.O, નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાના અંદાજે 13.96 લાખથી વધુ વિદ્યાર્થીઓના ખાતામાં DBTના માધ્યમથી રૂ.354 કરોડની શિષ્યવૃત્તિનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓને ખૂબ જ સારું શિક્ષણ મળતું થયું
રાજ્યમાં કન્યાઓના ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ વધારવા તથા વિજ્ઞાન પ્રવાહ પ્રત્યે દિકરા-દિકરીઓનો ઝોક વધે તે માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી શરૂ કરવામાં આવી છે.રાજ્ય સરકારે આત્યાર સુધીમાં 27.61 લાખ વિદ્યાર્થીઓને આ યોજનાઓ પેટે 1871.78 કરોડ રૂપિયાની સહાય આપી છે.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,અગાઉ ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો 34થી 38 ટકા જેટલો હતો, તે આજે ઘટીને માત્ર 2 ટકા પર આવી ગયો છે.આજે રાજ્યની શાળાઓ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ લેબોરેટરી જેવી વર્લ્ડક્લાસ સુવિધાઓથી સજ્જ બની છે.જેથી વિદ્યાર્થીઓને ખૂબ જ સારું શિક્ષણ મળતું થયું છે.
