ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ તેમના બે દિવસના દિલ્હી પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યના વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠકો
PM મોદી ઉપરાંત મંત્રી અર્જુન મોઢવાડિયાએ અન્ય કેન્દ્રીય મંત્રીઓ સાથે પણ મહત્ત્વપૂર્ણ બેઠકો યોજી હતી, તેમણે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી હતી.કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી સાથેની બેઠક સૌથી મહત્ત્વપૂર્ણ રહી હતી. આ મુલાકાત દરમિયાન ગુજરાતના નેશનલ હાઈવે સંબંધિત મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી હતી.










