ગુજરાતમાં બિન કાર્યક્ષમ કર્મચારીઓ હવે સરકારની રડારમાં આવી ગયા છે. 55 વર્ષ પૂર્ણ કરનાર કર્મચારીઓના માથે તવાઈ આવે તેવી શક્યતાઓ છે. આવા કર્મચારીઓ સામે કામગીરીને લઈને અસંતોષ દેખાશે તો સરકાર ઘરભેગા કરશે. રાજ્ય સરકારે વિવિધ વિભાગો પાસેથી આ પ્રકારના સરકારી કર્મચારીઓની વિગતો મંગાવતા હડકંપ મચી જવા પામ્યો છે.
રાજ્ય સરકારે ગ્રુપ 1થી 4 સુધીના કર્મચારીઓની વિગતો મંગાવી
રાજ્ય સરકાર હવે સરકારી કામોમાં કોઈ પણ પ્રકારની ઢીલાશ ચલાવી લેવા માંગતી નહીં હોવાથી વિવિધ સરકારી વિભાગો પાસે બિન કાર્યક્ષમ કર્મચારીઓની વિગતો મંગાવી છે. સરકારને જો કોઈ કર્મચારીમાં કામગીરીનો અસંતોષ અને ઢીલાશ દેખાશે તો સીધા જ ઘરભેગા કરશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. રાજ્ય સરકારે ગ્રુપ 1થી 4 સુધીના કર્મચારીઓની વિગતો મંગાવી છે.
