ગુજરાતના આર્થિક કેન્દ્ર સમાન ગિફ્ટ સિટી (GIFT City) ને વૈશ્વિક સ્તરે વધુ આકર્ષક બનાવવા માટે રાજ્ય સરકારે દારૂબંધીના નિયમોમાં મોટી રાહત આપતી નવી નોટિફિકેશન જાહેર કરી છે. આ નવા નિયમો મુજબ હવે ગિફ્ટ સિટીની મુલાકાત લેતા પ્રવાસીઓ અને બહારના નાગરિકોને દારૂના સેવન માટે પરમિટ લેવાની જટિલ પ્રક્રિયામાંથી મુક્તિ આપવામાં આવી છે.


નવા નિયમોની મુખ્ય વિશેષતાઓ

ગઈકાલે જાહેર થયેલા જાહેરનામા મુજબ, ગિફ્ટ સિટીમાં 'વાઈન એન્ડ ડાઈન' સુવિધાને વધુ સરળ બનાવવા માટે નીચે મુજબના ફેરફારો કરવામાં આવ્યા છે.ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ (અન્ય રાજ્યોના મુલાકાતીઓ) અને વિદેશી નાગરિકોએ હવે દારૂ પીવા માટે કોઈ ખાસ પરમિટ લેવાની જરૂર રહેશે નહીં. મુલાકાતીઓ હવે માત્ર પોતાનું માન્ય ઓળખપત્ર (Identity Card) બતાવીને ગિફ્ટ સિટીની અધિકૃત હોટલ કે ક્લબમાં દારૂનું સેવન કરી શકશે. વિદેશી નાગરિકો માટે પણ હવે પ્રક્રિયા સાવ સરળ બનાવી દેવામાં આવી છે, જેથી આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને પ્રવાસીઓને કોઈ અગવડ ન પડે.

કડક શરતોનું પાલન અનિવાર્ય

સરકારે નિયમોમાં છૂટછાટ આપી છે પરંતુ અમુક શરતો યથાવત રાખી છે. ગિફ્ટ સિટીમાં મળેલી આ છૂટછાટ માત્ર તે વિસ્તાર પૂરતી જ મર્યાદિત છે. કોઈપણ નાગરિક ગિફ્ટ સિટીમાંથી દારૂની બોટલ કે જથ્થો શહેરના અન્ય વિસ્તારોમાં કે ગિફ્ટ સિટીની બહાર લઈ જઈ શકશે નહીં. જો આવું કરવામાં આવશે, તો ગુજરાતના કડક દારૂબંધીના કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

વૈશ્વિક બિઝનેસને પ્રોત્સાહન

વિશ્વના મોટા નાણાકીય કેન્દ્રો જેવા કે દુબઈ કે સિંગાપોર સાથે સ્પર્ધા કરવા માટે આ પ્રકારની છૂટછાટ જરૂરી હોવાનું બિઝનેસ એક્સપર્ટ્સ માની રહ્યા છે. આ નિર્ણયથી ગિફ્ટ સિટીમાં કોર્પોરેટ ઈવેન્ટ્સ અને હોસ્પિટાલિટી સેક્ટરને મોટો વેગ મળશે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 




  • Follow us on: